બોડેલીની ઘટનાના CCTV ફૂટેજ: ઢાબામાં અચાનક કાર ઘૂસી ગઈ, ત્રણને ઝપેટમાં લીધા | chhota udaipur luxurious car entered in dhaba with full speed hit three people cctv video

HomeChhota Udaipurબોડેલીની ઘટનાના CCTV ફૂટેજ: ઢાબામાં અચાનક કાર ઘૂસી ગઈ, ત્રણને ઝપેટમાં લીધા...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Accident Video: ગુજરાતના છોટા ઉદેપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. છોટાઉદેપુર-બાડેલી વચ્ચે આવેલા નેશનલ હાઇવે 56 પર દુર્ઘટના સર્જાઈ હતી. હાઇવે પર આવેલાં એક ઢાબામાં અચાનક પૂર ઝડપે આવતી કાર ઘૂસી ગઈ અને ત્યાં ભોજન કરતાં લોકોને અડફેટે લીધા હતાં. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા લોકો ચોંકી ગયાં હતાં. જોકે, સદનસીબે ત્યાં હાજર લોકોની સમયસૂચકતાને લઈ તમામનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં ગાળ આપીને બાઈક હટાવવાનું કહેનારા વ્યક્તિની રીઢા ગુનેગારે કરી હત્યા, છરીના ઘા ઝીંક્યા

શું હતી ઘટના?

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવે 56 પર અચાનક પૂરપાટ ઝડપે આવતી કાર એક ઢાબામાં ઘુસી ગઈ. હાઇવે પર યુ એન્ડ મી ચીકન એન્ડ ચાઇનીઝના ઢાબા પર રાત્રિના સમયે ત્રણેય યુવાનો ટેબલ પર બેસીને ભોજન લઈ રહ્યા હતાં. આ દરમિયાન અચાનક જ પૂરપાટ ઝટપે આવતી કાર ઢાબામાં ઘુસી ગઈ અને જમવા બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ જામનગરમાં ત્રણ દરવાજા નજીક પીપર બિસ્કીટના ગોડાઉનમાં ભીષણ આગથી લાખોનું નુકસાન, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

સદનસીબે ત્યાં હાજર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના ઢાબાના સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં. હાલ, આ કાર કોની હતી અને તેનો માલિક કોણ હતો તે વિશે જાણ થઈ શકી નથી. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon