Girnar Ropeway Fare : ગુજરાતના જૂનાગઢમાં આગામી દિવસમાં ગિરનાર લીલી પરિક્રમમાં શરૂ થવાની છે. બીજી તરફ, દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસના શોખિન વ્યક્તિ રાજ્ય સહિત પ્રખ્યાત વિસ્તારોમાં ફરવા માટે જતા હોય છે, ત્યારે પ્રકૃતિને નીહાળવા માટે લોકો ગિરનાર પહોંચે છે. જેમાં દિવાળી પહેલા ગિરનાર રોપ-વેના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
જૂનાગઢના ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે રોપ-વેમાં પર્વત પર જવા-આવવા માટે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો : ગિરનારની લીલી પરિક્રમા: યાત્રામાં જાવ તો આ વાતનું રાખજો ધ્યાન, તો સંતોએ કરી ખાસ માગ
મળતી માહિતી પ્રમાણે, ઓથોરિટીએ રોપ-વેના મેઈન્ટેનન્સને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
દિવાળી વેકેશન ટાણે ગિરનાર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ત્યારે મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, મોંઘવારીના માર વચ્ચે ગિરનાર ખાતેના રોપ-વેના ભાડામાં વધારો કર્યો છે.