પ્રતિકાત્મક તસવીર |
Kheda News : ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
મળતી માહિતી પ્રમાણે, નડિયાદ મિશન રોડ પર રહેતી છૂટાછેડા લીધેલી મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી યશપાલસિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
સોશિયલ મીડિયામાં સંપર્ક થયો હતો
ગત એપ્રિલ મહિનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી છૂટાછેડા લીધેલી મહિલા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે અવારનવાર મુલાકાત થતી હતી. જેમાં પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે, પોલીસકર્મી પરણીત હોવાની જાણ થતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.