વિરોધ વચ્ચે જૂનાગઢમાં અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગિરી બાપુની નિમણૂક, વિવાદ યથાવત્ | Premgiri Bapu appointed as new Mahant of Ambaji Temple in Junagadh

HomeJunagadhવિરોધ વચ્ચે જૂનાગઢમાં અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગિરી બાપુની નિમણૂક, વિવાદ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

The 2024 Diwali home edit

It was Le Corbusier who said that “the home should be a treasure chest of the living,” but we’d like to add some riches...

New Mahant Of Ambaji Temple In Junagadh : જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગિરી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો હતો. હવે વાંધાવિરોધ વચ્ચે અંબાજી મંદિરના નવા મહંત તરીકે અખાડા પરિષદે મહંત પદે પ્રેમગિરી બાપુની નિયુક્તિ કરી છે. 

નવા મહંતની નિમણૂક, તનસુખગિરી બાપુના પરિવારનો વિરોધ

જૂનાગઢમાં ભવનાથના મહંત સહિત સાધુઓએ પ્રેમગિરી મહારાજની નિમણૂક કરી છે, ત્યારે બ્રહ્મલીન તનસુખગિરી મહારાજના પરિવારજનોએ ઉગ્ર વિરોધ પણ કર્યો છે. બ્રહ્મલીન તનસુખગિરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, અમારી પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગ-અંબાલાલ પટેલની આગાહી

પ્રેમગિરી બાપુએ કહ્યું કે, ગાધિપતિ કોઈ કાંઈ લખીને અથવા કોઈ ઉત્તરાધિકારી નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાત. જ્યારે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, આજે અખાડાની સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગિરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon