મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના: 10 આરોપીઓ સામે કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયું | Morbi Bridge Collapse Case Provisional charges were filed against 10 accused in the court

HomeMorbiમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના: 10 આરોપીઓ સામે કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયું...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Morbi Bridge Collapse Case : મોરબીમાં ઝૂલતા પુલકાંડમાં 135 નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા. સમગ્ર ઘટના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે આરોપીએ તેમની સામે કરાયેલો ગુનો બનતો ન હોવાનો દાવો કર્યો હતો. 

સમગ્ર ઘટનામાં દસ આરોપીએ ચાર વકીલ મારફતે કોર્ટમાં અલગ-અલગ પાંચ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેમાં સરકાર દ્વારા અરજીને લઈને વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે.

આરોપી વિરુદ્ધમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયું

મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કહ્યું કે, ‘મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝૂલતા પુલની મુદત હતી. ગઈ મુદતમાં નામદાર કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં કોર્ટે સૂચિત તહોમતનામું રજૂ કરવા કહ્યું હતું. જેમાં દસ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ નોંધાયેલી ફરિયાદના આધારે સૂચિત તહોમતનામું (પ્રોવિઝનલ ચાર્જ) રજૂ કરવામાં આવ્યું છે.’

આ પણ વાંચો : VIDEO: 135 લોકોના મોતનો જેના પર આરોપ છે, તેની સાંસદ-ધારાસભ્યોની હાજરીમાં કરાઈ મોદક તુલા

ઝૂલતા પુલકાંડમાં 135 લોકોના મોત થયા હતા

મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રૂપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon