– સાઈબર સેલે હરિયાણા જેલમાંથી શખ્સનો અમદાવાદના કબજો મેળવ્યો
– ચાર માસ પૂર્વે તબીબને શેરબજારમાં રૂપિયા કમાવાના બહાને રોકાણ કરાવી વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરાઈ હતી
ભાવનગર : ભાવનગર શહેરના નામી તબીબને સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડિંગની ટીપ્સ નામે વિશ્વાસમાં લઇ રૂ.૫૦.૮૯ લાખની છેતરપિંડી આચરવાના ચકચારી પ્રકરણમાં પાંચ શખ્સને ઝડપી લેવાયા બાદ આજે સાઈબર સેલની ટીમે વધુ એક ઠગબાજનોે હરિયાણાની જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, અંદાજે ચાર માસ પૂર્વે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે તબીબ એવાં ડૉ.રાજીવ મનહરલાલ ધંધુકિયાને અમુક શખ્સોએ ે સ્ટોક માર્કેટને લગતાં ે ટ્રેડિંગની ટીપ્સ નામે વિશ્વાસમાં લઇ કોમ્પ્યુટર સંસાધન અથવા કોમ્યુનિકેશન સાધનની મદદથી એજેએસએમ ૭ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવરાવી હતી તથા વેબસાઇટમાં તબીબનું એકાઉન્ટ બનાવડાવી એપ્લીકેશનમાંથી સ્ટોક ખરીદવા અને તેના નાણાં એપ્લીકેશનમાં જણાવેલ બેંક એકાઉન્ટમાં મોકલવાનું કહી રૂા.૫૦,૮૯,૦૦૦ ની ઠગાઈ આચરી હતી. બનાવને લઈ ડૉ. ધંધુકીયાએ સાઈબર ફ્રોડ આચરી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણના નામે નાણાં જમા કરાવરાવી પરતન આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધાર ભાવનગર રેન્જ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા નિલેશ મુકેશભાઇ સોલંકી,કૃપેશ મહેન્દ્રકુમાર પટેલ,જીગર કિરણકુમાર પરીખ,હાદક રમેશભાઇ પરમાર તથા રાહુલકુમાર મહેન્દ્રભાઇ ગુપ્તાને ઝડપી લીધા હતા.જ્યારે હર્ષીલ ઉર્ફે બીટ્ટુ જનકભાઇ દવે (ઉ.વ.૪૧ ધંધો.પ્રિન્ટીંગ પ્રેસ રહે.એ/૭૪, સુગમ ફ્લેટ, આનંદનગર ચાર રસ્તા પાસે, અમદાવાદ )નો હરિયાણા જેલમાંથી કબ્જો મેળવ્યો હતો. અને તેની ધકપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સાથે જ સાયબર સેલે આ ગુન્હામાં કુલ મળી છે શખ્સને ઝડપી લીધા છે.જયારે, આ ફ્રેડમાં સંડોવાયેલા અન્ય સંભવિત શખ્સોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.