૧૬ સહેદો અને ૨૮ દસ્તાવેજી પુરાવાના આધારે સ્પે. પોકસો કોર્ટે ૪ વર્ષમાં આપ્યો ચુકાદો
ગાંધીધામ: અંજાર તાલુકાનાં ભિમાસર ગામે ૪ વર્ષ પહેલા ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ કટી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસમાં અંજારના બીજા અધિક સ્પે. પોક્સો કોર્ટ દ્વારા ૧૬ સહેડો અને ૨૮ દસ્તાવેજી પુરાવાઓ ચકાસી આરોપીને ૨૦ વર્ષની કેદ અને દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ તા. ૬-૩-૨૦૨૦ના બપોરે ચારેક વાગ્યે ભોગ બનનાર ૧૩ વર્ષીય સગીરા દુકાને જવુ છુ તેમ કહી ઘરેથી નીકળી હતી અને એક કલાક જેવો સમય થઈ ગયો છતા પરત ન આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી. જેથી પાસે જ રહેતા આરોપી રોહિત રાજુભાઇ વાલ્મીકીની તપાસ કરતાં તેના ઘરે તાળો હતો. આ આરોપી સગીરાને અગાઉ બે વખત અંગતમાં મળ્યો હોવાથી તેને ફરિયાદીએ ઠપકો પણ આપેલો છે. તે શખ્સ પર શંકા જતાં ફરિયાદીએ અંજાર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે આરોપીને પકડી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ફરિયાદ પક્ષ તરફથી કુલ ૧૬ સહેદોને તપાસવામાં આવ્યા હતા અને કુલ ૨૮ જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની ટ્રાયલ સંપૂર્ણ રીતે યુ.ટી.પી. કેસ તરીકે ચાલી હતી અને કોર્ટ દ્વારા આરોપી રોહિતને આરોપી ઠરાવવામાં આવ્યો હતો અને ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ ૨૦૧૨ની કલમ-૪ અન્વયે ૨૦ વર્ષની સાદી કેદની સજા અને તથા વિવિધ કલમો હેઠળ કુલ રૂ. રૂ.૧૦,૦૦૦ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે આશિષ પંડયા મદદનીશ સરકારી વકીલ તથા મૂળ ફરિયાદ પક્ષ તરફથી સામતભાઇ ડી. ગઢવી, ગોવિંદ ગઢવી, કમલેશ ગઢવી, સલોની પરમાર, તેમજ ગઢવી એડવોકેટ્સની સમગ્ર ટીમ દ્વારા હાજર રહીને ધારદાર દલીલો અને રજૂઆતો કરવામાં આવતા કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.