ધાતરવડી ડેમ નજીકના 3 ભરડીયામાં થતા બ્લાસ્ટિંગ પર અંતે તંત્રની રોક લાગી | Finally the system came to a halt on blasting in 3 Bhardias near Dhatrawadi Dam

HomeBHAVNAGARધાતરવડી ડેમ નજીકના 3 ભરડીયામાં થતા બ્લાસ્ટિંગ પર અંતે તંત્રની રોક લાગી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– 3 ક્વોરી લિઝના બ્લાસ્ટિંગને લઈ નોટિસ પાઠવાઇ

– આઇએસઆર ઇન્વેસ્ટીગેશન સર્વે તેમજ સિરામીક સાધનો ઇન્સ્ટોલ કરી મોનિટરિંગની કાર્યવાહી ન થાય ત્યાં સુધી બ્લાસ્ટ અટકાવાયા

રાજુલા : રાજુલા પંથકની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-૧ની સામે ૩ ક્વોરીલિઝ ધમધમતી હોય અને પથ્થર કાઢવા થતા બ્લાસ્ટિંગના કારણે ડેમને વ્યાપક નુકસાન થયું અને પાણી પણ દુષિત બનતું હોય જે અંગે ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરતા ખાણ ખનીજ વિભાગે જાહેર હિતને ધ્યાને રાખી બ્લાસ્ટિંગ બંધ કરવા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને તેનો કડક અમલ કરવા પણ તાકીદ કરી છે.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકમાં ખેડૂતોના જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-૧ની સામે ૩ ક્વોરી લિઝો (ભરડીયા) ૨૪ કલાક ધમધમતા હોય પથરો બહાર કાઢવા માટે મોટા બ્લાસ્ટિંગ કરી પથરો બહાર કાઢવામાં આવતા હતા પરંતુ ડેમ નજીક હોવાને કારણે તેની અસર ઘાતવરડી ડેમ ઉપર થતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેમા ભાક્ષી, વાવેરા, મોટા આગરીયા, ધારેશ્વર સહિત ગ્રામ પંચાયત અને સરપંચો ખેડૂતો સહિત સાથે મળી લેખિત મૌખિત રજૂઆતો બાદ તંત્રના બહેરા કાને વાત પહોંચાડવા ખેડૂતો કલેકટર કચેરી ખાણ ખનીજ વિભાગમાં પહોંચી ઉગ્ર સુત્રોચાર સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજુલા સિંચાઇ વિભાગના અધિકારી સાથે પાણી બાબતે ખેડૂતની બેઠક મળતા ખેડૂતોએ વિરોધ કરતા પાણી સિમિતી દ્વારા બ્લાસ્ટિંગ અટકાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો ત્યારબાદ ફરી ખેડૂતો દ્વારા આવતા દિવસોમાં કલેકટર કચેરીમાં ધરણાં ઉપર બેસવા માટેની ચીમકી ઉચ્ચારવામા આવતા જિલ્લા કલેકટરે ગંભીરતા દાખવી ખાણ ખનીજ અધિકારીને કડક સૂચના આપ્યા બાદ ખાણ ખનીજ વિભાગની ટીમ હરકતમાં આવી હતી.

રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ નજીક આવેલ દર્શન મિનરલ્સ અશ્વિનભાઈ હરિલાલ ફળદુ, હરિલાલ ગોપાલભાઈ ફળદુ, મનીષભાઈ શેલારભાઈ કામળિયા આ ૩ મહાકાય ક્વોરીલીઝ નજીક ખનીજની ક્વોરી લિઝ આવેલ છે. અહીં પથ્થરની ખાણોમાં બ્લાસ્ટિંગના કારણે ડેમની સલામતી જોખમાય હોવાની વિવિધ રજૂઆતો અરજીઓ મળવના કારણે લિઝોમ બ્લાસ્ટિંગ થવાથી લિઝની અંદરનું પાણી બ્લાસ્ટિંગના કારણે દૂષિત થતું હોય દૂષિત પાણીનો નિકાલ ધાતરવડી નદીમાં ન કરી અન્ય વિકલ્પ શોધી યોગ્ય નિકાલ કરવો અને વાવેરા ગામના ગૌચરણ રસ્તો બીનધિકૃત રીતે બંધ કરી ગૌચરણ જમીનમાં જો કોઈ દબાણ હોય તો દૂર કરવુ બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમને નુકસાન થવાની બાબત લોકમાનસન જીવન સાથે જોખમ સાથે સંકળાયેલી જેની ગંભીરતા ધ્યાને લેતા જ્યાં સુધી આઇએસઆર ગાંધીનગરનો ઇન્વેસ્ટિગેશન સર્વે કરવા અંગે ડેમ સાઇટ ઉપર સિસમીક સાધનો ઇન્સ્ટોલ કરી મોનીટરીંગની કાર્યવાહી ચાલુ ન થાય ત્યાં સુધી તકેદારીના ભાગરૂપે લિઝોમાં બ્લાસ્ટિંગ ન કરવા સૂચના લેખિતમાં આપવામાં આવી છે. જો આમા કોઈ ચૂક થશે તો ગુજરાત માઇનિંગ ટ્રાન્સપોર્ટેશનના નિયમ ૨૦૧૭ના નિયમ ૫(૪)થી મળેલી સતાથી ક્વોરી લિઝોમ ઇ રોયલ્ટી ડિલિવરી માટેના ચલણો માટેના સ્પેશિયલ સિક્યુરિટી પેપર ઇસ્યુ કરતા અટકાવી વર્ચુઅલ એકાઉન્ટ લોક કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો. આ પ્રકારની લેખિતમાં નોટિસ આપવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં સૌથી મોટી ક્વોરી લિઝો ધમધમતી હતી

રાજુલા તાલુકામાં આવેલ ધાતરવડી ડેમ ૧ સામે જિલ્લાની સૌવથી મોટી ક્વોરી લિઝો ધમધમી રહી હતી દિવસ રાત બ્લાસ્ટિંગ કરી કરી મહાકાય પથ્થરો બહાર કાઢી હેરાફેરી કરવામાં આવતી હતી બ્લાટિંગ બંધ થવાના કારણે પથ્યર બહાર નીકળી શકશે નહીં જેના કારણે ગાંધીનગરના કમિશન ખાનારા અધિકારીઓ ફરી શરૂ કરવા માટે દોડધામ કરતા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.લિઝ ધારકો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ ભલામણો કરવા માટેનો દોર શરૂ થયાની ચર્ચાએ જોર પકડયું છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon