પોરંબદર પાસે દરિયામાં પકડાયું 1000 કરોડથી વધુનું ડ્રગ્સ, ગુજરાતની સંયુક્ત ટીમે પાર પાડ્યું ઓપરેશન | Drugs worth more than one thousand crores were seized from the sea near Porbandar

HomePorbandarપોરંબદર પાસે દરિયામાં પકડાયું 1000 કરોડથી વધુનું ડ્રગ્સ, ગુજરાતની સંયુક્ત ટીમે પાર...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

અમદાવાદ : ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા ૩૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત  અને કેન્દ્રની  વિવિધ  એજન્સીને મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને  જપ્ત કરવામાં સફળતા મળી છે.  જેમાં ઇરાનથી  ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કચ્છના દરિયા કિનારા પર વિવિધ એજન્સીઓ સતર્ક થતા ગુજરાતના માર્ગેથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વેરાવળ, પોરબંદર સહિતના જિલ્લાઓ સાથેે સંકળાયેલા દરિયાઇ માર્ગનો ઉપયોગ વધ્યો છે. મંગળવારે ગુજરાત એટીએસના અધિકારીઓને ચોક્કસ માહિતી મળી હતી કે  પોરબંદરના દરિયાકાંઠા પાસેથી કરોડો રૂપિયાનું ડ્ગ્સ લઇને એક બોટ દક્ષિણ ભારત તરફ જઇ રહી છે.જેના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોને જાણ કરવામાં આવી હતી. જે બાદ કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલી બોટને ઝડપી લેવા માટે  ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નેવીના અધિકારીઓ સાથે દરિયામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં એક શંકાસ્પદ બોટ જણાઇ આવતા તેને ટ્રેક કરી હતી. જો કે તેની ગતિ વધતા મધદરિયે ઓપરેશન હાથ ધરાયુ હતું અને બોટને રોકીને તેમાં તપાસ કરતા શંકાસ્પદ ડ્રગ્સનો અંદાજે ૩૧૦૦ કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. જેમાં હસીસ, હેરોઇન સહિત અલગ અલગ પ્રકારના કુલ ત્રણ ડ્રગ્સ હતા.  આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત એક હજાર કરોડથી વધારે અંદાજવામાં આવી છે. ઝડપાયેલી બોટમાં પાંચ ઇરાની ક્રુ મેમ્બર હતા. આ સંદર્ભમાં ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સયુક્ત તપાસ શરૂ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ પોરબંદર નજીકની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાથી દક્ષિણ ભારત તરફ લઇ જવામાં આવી રહ્યું હતું. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.  

ઉલ્લેખનીય છે કે વેરાવળના દરિયાકાંઠેથી ત્રણ દિવસ પહેલા ગીર સોમનાથ પોલીસે રૂપિયા ૩૫૦ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જે ઇરાન તરફથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું.   આ પહેલા  કચ્છ સાથે જોડાયેલા દરિયાઇ માર્ગ પરથી પણ ડ્રગ્સનો  જથ્થો સપ્લાય થતો હતો.  પરંતુ, વિવિધ એજન્સીઓ આ વિસ્તારમાં મોટાપ્રમાણમાં સક્રિય થતા ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડાયેલા અન્ય જિલ્લાઓમાં ડ્રગ્સને લાવવામાં આવી રહ્યું હતું.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon