સૌરાષ્ટ્રમાં પ્રવાસ માટેનું નવું ડેસ્ટિનેશનઃ દિવાળી વેકેશનમાં આ જિલ્લામાં પણ માણી શકશો જંગલ સફારી | saurashtra porbandar barda jungle safari will start soon before diwali

HomePorbandarસૌરાષ્ટ્રમાં પ્રવાસ માટેનું નવું ડેસ્ટિનેશનઃ દિવાળી વેકેશનમાં આ જિલ્લામાં પણ માણી શકશો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jungle Safari New Destination: દિવાળી વેકેશનમાં પ્રવાસ માટે સૌરાષ્ટ્ર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો તમારા માટે આનંદના સમાચાર છે. છેલ્લાં ઘણાં સમયથી સૌરાષ્ટ્રમાં વધી રહેલાં પ્રવાસીઓના ઘસારાને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા પોરબંદર નજીક બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 16 ઓક્ટોબરથી સૌરાષ્ટ્રમાં વધુ એક જંગલ સફારી શરૂ થવાની સંભાવના છે. જેને પ્રવાસનના નવા વિકલ્પ તરીકે વિચારવામાં આવી રહ્યું છે.

બરડામાં પણ શરૂ થશે જંગલ સફારી

સૌરાષ્ટ્રમાં પર્યટનની વધતી સંભાવનાને ધ્યાને લઈને પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં વધુ એક જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જે સાસણ, દેવળીયા, આંબરડી, ગિરનાર નેચર સફારી સહિત બરડા ઓપન જંગલ સફારી પણ શરૂ થશે. દિવાળી વેકેશન પહેલાં આ સફારી પર્યટન માટે ખુલ્લી મુકી શકાય છે. 

આ પણ વાંચોઃ અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર વિભાગ રામ ભરોસે! ફાયર ઓફિસરનો ચાર્જ સાંભળવા અધિકારીઓનો ઈનકાર

બરડાના જંગલોનું મહત્ત્વ

બરડાના જંગલોમાં પહેલીવાર જંગલ સફારી શરૂ થવા જઈ રહી છે. સાસણ અને દેવળીયાની જેમ જ અહીં પણ પ્રવાસીઓ માટે દરરોજ સવાર-સાંજ 15 કિમી રૂટ પર 8 જીપ્સી ચલાવવાનો નિર્ણય લેવાયો છે. બરડાના ડુંગરો વન્યજીવ ઇકોલોજીની દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રના અન્ય ડુંગરો કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. 

આ પણ વાંચોઃ MLA પુત્ર ગણેશ ગોંડલના શરતી જામીન મંજૂર, જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં

બરડાના જંગલોમાં વાઇલ્ડ લાઈફ કે ફોરેસ્ટને લગતી કોઈ પ્રકારની એક્ટિવિટી હજુ સુધી કરવામાં નહતી આવતી. પરંતુ 16 ઓક્ટોબરથી અહીં સફારી શરૂ થઈ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે. જોકે, જે પણ પ્રવાસીઓ બરડા જંગલ સફારીનો અનુભવ લેવા ઈચ્છે છે તેઓએ પોરબંદર વન વિભાગની ઓફિસેથી પરમિટ મેળવવી જરૂરી છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon