કુશળ કામદારો માટે કામના સમાચાર, જર્મનીમાં 13 લાખ નોકરીઓ, વિદેશીઓને આપશે રોજગારી | germany to issue 200000 skilled worker visas due to labour shortages

HomeNRI NEWSકુશળ કામદારો માટે કામના સમાચાર, જર્મનીમાં 13 લાખ નોકરીઓ, વિદેશીઓને આપશે રોજગારી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Germany will Approve 200000 Skilled Worker Visa: જર્મનીમાં શ્રમની અછતને દૂર કરવા સરકારે પ્રોફેશનલ વિઝાની સંખ્યામાં 10 ટકાનો વધારો કર્યો છે. આ વર્ષે જર્મની 2 લાખ લોકોને સ્કિલ્ડ વર્કર વિઝા આપવા જઈ રહ્યું છે. હાલ જર્મનીમાં કુલ 13 લાખ જેટલા પ્રોફેશનલ વર્કરની જરૂરિયાત છે. જેથી જર્મની ઇમિગ્રેશને વિઝાના નિયમોમાં સતત ફેરફારો કરી વધુને વધુ વર્ક વિઝા આપવા કવાયત હાથ ધરી છે.

કેનેડાની જેમ જર્મની પોઇન્ટ આધારિત સિસ્ટમ પર આગામી વર્ષ સુધીમાં 2 લાખ લોકોને પ્રોફેશનલ વિઝા આપવા જઈ રહી છે. જે ઓપોર્ચ્યુનિટી કાર્ડ તરીકે ઓળખાય છે. જેમાં પ્રોફેશનલ્સ અને ગ્રેજ્યુએટ્સ-ડિગ્રી ધરાવતા લોકોને જર્મનીમાં રહેવા-અભ્યાસ કરવા અને કામ કરવાની તક આપી છે. જેમાં જર્મન ભાષા પર પ્રભુત્વ, પ્રોફેશનલ અનુભવ અને વય મર્યાદા જેવા પાસાંઓ પર પોઇન્ટ્સ મળશે.

જર્મનીમાં વિઝાની સંખ્યા વધી

જર્મનીએ તેની ઈકોનોમીને વેગ આપવા તેમજ શ્રમિકોની અછતને દૂર કરવા વિવિધ વિઝાના નિયમો સરળ બનાવ્યા છે. જેના પગલે સ્ટુડન્ટ વિઝાની સંખ્યા 20 ટકા, એપ્રેન્ટિસશીપ વિઝા બમણા અને પ્રોફેશનલ વિઝા મંજૂર કરવાનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.

આ પણ વાંચોઃ કેનેડાની સ્ટુડન્ટ વિઝા સ્ટ્રીમ બંધ થતાં ગુજરાતની 50%થી વધુ અરજીઓ ઘટી જશે : નિષ્ણાતોનો મત

શું છે ઓપોર્ચ્યુનિટી કાર્ડ?

જર્મનીમાં ઓપોર્ચ્યુનિટી કાર્ડ માટે અમુક ચોક્કસ લાયકાત હોવી જરૂરી છે. જેમાં ક્વોલિફિકેશન, નોલેજ અને અનુભવના આધારે પોઇન્ટ આપવામાં આવ્યા છે. વય મર્યાદા, જર્મન અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, શ્રમિકોની અછત ધરાવતા ક્ષેત્રે અનુભવ, જર્મની સાથે ભૂતકાળમાં કોઈ સંબંધ, વગેરે માપદંડોના આધારે વધારાના પોઇન્ટ્સ મળે છે. જેમાં કેનેડાની જેમ મેરિટના આધારે પોઇન્ટ રજૂ કરવામાં આવે છે.

પ્રોફેશનલ વિઝા મેળવવા માટે 1000 યુરો અર્થાત્ 1050 ડોલર પ્રતિ માસનું ફંડ રજૂ કરવું પડશે. જર્મનીએ છેલ્લા પાંચ વર્ષમાં 16 લાખ રોજગારી આપી છે. જેમાં 89 ટકા રોજગારી વિદેશીઓને આપી છે. 


કુશળ કામદારો માટે કામના સમાચાર, જર્મનીમાં 13 લાખ નોકરીઓ, વિદેશીઓને આપશે રોજગારી 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon