Tantrik’s wife and niece granted 5-day remand | તાંત્રિકની પત્ની-ભાણેજના 5 દિવસના રિમાન્ડ મંજૂર: તાંત્રિક નવલસિંહે પ્રેમિકા નગમાની લાશના કટર મશીન, કુહાડી અને છરાથી કર્યા હતા ટુકડા – Morbi News

HomesuratCrimesTantrik's wife and niece granted 5-day remand | તાંત્રિકની પત્ની-ભાણેજના 5 દિવસના...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને અમદાવાદના તાંત્રિક નવલસિંહે તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ કરેલ શરીરના ટુકડાને દાટી દીધા હતા. જે લાશને અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી. અને માનવ શરીરના અવશેષો પોલીસે કબજે કર્યા હતા. જે બનાવ સંદ

.

અમદાવાદ પોલીસે તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેણે 13 વર્ષમાં 12 જેટલા લોકોની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી કરીને પોલીસે તપાસ ચાલી રહી હતી તેવામાં તાંત્રિકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જો કે, તાંત્રિકે કરેલ હત્યા પૈકી તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની પ્રેમિકાની હત્યા કરી હતી અને તેના શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરી તે વાંકાનેર શહેર નજીક દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેથી અમદાવાદ પોલીસે વાંકાનેર આવીને ત્યાંની પોલીસને સાથે રાખીને વાંકાનેરમાં આવેલ વીસીપરા ફાટક પાસે સરધારકા રોડે ખોદકામ કરવામાં આવ્યું હતું.

ત્યારે સ્થળ ઉપરથી મૃતક યુવતીના શરીરના અવશેષો પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા અને તે બોડીના પાર્ટસને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટની નગમા કાદરભાઈ મુકાસમની હત્યા કરી હતી કેમ કે, મૃતક યુવતીને તાંત્રિક સાથે પ્રેમ સંબંધ હતો અને નગમાએ લગ્ન કરવા માટે થઈને તાંત્રિકને દબાણ કર્યું હતું અને તાંત્રિક નવલસિંહ તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. જેથી નવલસિંહ ચાવડા તથા જીગર ભનુભાઈ ગોહિલે નગમાને નવલસિંહ ચાવડાના વઢવાણ ગામે આવેલ મકાને બોલાવી હતી અને ત્યાં નગમાની હત્યા કરીને શરીરના ટુકડા કર્યા હતા.

વાંકાનેર નજીકથી નગમાના શરીરના ટુકડા પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવેલ હતા તે શરીરના ટુકડાને ગાડીમાં ભરીને નવલસિંહ ચાવડા 99 કિલો મીટર સુધી ફરીને વાંકાનેર પાસે આવ્યા હતા અને ત્યાં જમીનમાં લાશ દાટીને તેનો નિકાલ કર્યો હતો. આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટીમાં મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડા તથા તેની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા રહે. બંને અમદાવાદ તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને મૃતક તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં વાંકાનેર સિટીના પીઆઇ એચ.વી. ઘેલા અને તેની ટીમે તાંત્રિકની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા (ઉ.48) રહે. અમદાવાદ અને તાંત્રિકના ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા (ઉ.23) રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરેલ હતી અને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને આરોપીના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

વધુમાં આ ગુનાની તપાસ કરી રહેલ વાંકાનેર સિટીના પીઆઇ એચ.વી. ઘેલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, તાંત્રિકે તેની પ્રેમિકા નગમાની વઢવાણ ખાતે આવેલ તેના જ ઘરમાં હત્યા કરી હતી અને ત્યાર બાદ ઘરના ઉપરના મળે આવેલ બાથરૂમમા બેસીને ત્યાં નગમાના શરીરના કટર મશીનથી ટુકડા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે આરોપી જીગર ત્યાં હાજર હતો જો કે, શરીરના ટુકડા કરવાનું શરૂ કરતાની સાથે જ લોહી ઉડવા લાગ્યું હતું. જેથી કરીને જીગરને ઉલ્ટી થવા લાગી હતી માટે તે નીચે ઘરમાં આવી ગયો હતો. ત્યાર બાદ તાંત્રિક નવલસિંહે મશીન, કુહાડી અને છરા વડે નગમાના શરીરના ટુકડા કર્યા હતા, બાદમાં તે લાશનો નિકાલ વાંકાનેર નજીક તેના ભાણેજે બતાવેલ જગ્યા ઉપર કર્યો હતો અને હાલમાં આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon