અમેરિકામાં કૌભાંડ કરવામાં પણ ભારતીયો અગ્રેસર, ફ્રોડ મામલે ડોક્ટરને 20 લાખ ડોલરનો દંડ | Indian doctor fined 2 million dollars for fraud in US

HomeNRI NEWSઅમેરિકામાં કૌભાંડ કરવામાં પણ ભારતીયો અગ્રેસર, ફ્રોડ મામલે ડોક્ટરને 20 લાખ ડોલરનો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Indian doctor fined in America: અમેરિકામાં ભારતીય મૂળના 53 વર્ષીય ન્યુરોસર્જનને મેડિકેર ફ્રોડ કરવા બદલ 20 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે ઈલેક્ટ્રો એક્યુપંચર ડિવાઈસીસને ઈમ્પ્લાન્ટ કરવાની ખોટી સર્જરીના ક્લેમ કર્યા હતા.

ન્યુરોસર્જરી કરવાના બદલે ડિવાઇસીસ ફિટ કરી મેડિકેરમાં બિલ પાસ કરાવ્યા

યુએસ એટર્ની અલમદાર એસ. હમદાણીના જણાવ્યાનુસાર, હ્યુસ્ટનના ડો. રાજેશ બિંદાલને મેડિકેર એન્ડ ફેડરલ એમ્પ્લોયી હેલ્થ બેનિફિટ પ્રોગ્રામમાં છેતરપિંડી કરવાના આરોપ બદલ 20.95 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેટર્સ મુજબ રાજેશ બિંદાલ ઓપરેટિંગ રૂમમાં જરુર પડતી હોય તેવી કાર્યપ્રણાલિના ખોટા બિલ મૂક્યા હતા. તેણે સર્જરી જ કરી ન હોય તેના બિલ મૂક્યા હતા. તેના બદલે આ ડિવાઇસ દર્દીના કાનની પાછળ ટેપ લગાવી ચોંટાડી દેવાયા હતા, જે ગણતરીના દિવસોમાં પડી જતા હતા.

આ પણ વાંચો: મહાયુતિની 3 કલાકની બેઠકમાં બધુ ‘All is Well’ પણ કોઇ નિર્ણય ન લેવાયો, હવે મુંબઈમાં નક્કી થશે CM

કેટલાક કિસ્સામાં આ પ્રકારની કામગીરી ડો. રાજેશ બિંદાલે પોતે પણ કરી ન હતી, પરંતુ ડિવાઇસ વેચતા પ્રતિનિધિ કે ક્લિનિકિના ફિઝિશિયન આસિસ્ટન્ટે ટેક્સાસ સ્પાઈન એન્ડ ન્યુરોસર્જરી સેન્ટર ખાતે કરી હતી. આ બધું યોગ્ય સર્જિકલ સેટિંગ વગર કરવામાં આવ્યું હતું. 

અમેરિકન એટર્ની અલમદાર એસ. હમદાણીએ જણાવ્યું હતું કે, ‘ડો. બિંદાલ જેવા ન્યુરોસર્જન ડિવાઈસની કાનની પાછળ ફિટ કરવો કે તેની વાસ્તવિક સર્જરી કરવી તેનો તફાવત તો જાણતા જ હશે. તે આટલી ઉચ્ચસ્તરીય નિપુણતા ધરાવતા હોવા છતા દર્દીની સારસંભાળ લેવાની જવાબદારી અદા કરવાના બદલે તેમણે લોભ કર્યો અને દર્દીનાજીવ સાથે રમત રમી. આ પ્રકારના ફોડથી ફક્ત કરદાતાના નાણાનો બગાડ જ થતો નથી, પરંતુ હેલ્થકેર પ્રોવાઇર્સ અને મેડિકેર જેવા મહત્ત્વના કાર્યક્રમોમાં લોકોનો વિશ્વાસ ઘટે છે.’


અમેરિકામાં કૌભાંડ કરવામાં પણ ભારતીયો અગ્રેસર, ફ્રોડ મામલે ડોક્ટરને 20 લાખ ડોલરનો દંડ 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon