નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે,વહેલી સવારથી શહેરમાં કયાંક ઝરમર તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈ શહેરીજનોના જન-જીવન પર માઠી અસર પડી હતી.જલાલપોર તાલુકામાં પણ વરસાદ પડયો હતો.નવસારીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો જેને લઈ ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતુ.
સુરતમા પણ પડયો વરસાદ
સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે.સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદથી વાહનચાલકોને ભારે હાંલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં હિરા ઉદ્યોગ-અને કાપડ ઉદ્યોગમાં જતા નોકરીયાતોને વરસાદને પગલે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે.
હવામાન વિભાગે શું કરી આગાહી
વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.