એરફોર્સમાં ડિવિઝન ક્લાર્કની પરીક્ષા આપવા આવેલો ડમી ઉમેદવાર પકડાયો | Dummy candidate caught appearing for Air Force Division Clerk exam

HomeGandhinagarએરફોર્સમાં ડિવિઝન ક્લાર્કની પરીક્ષા આપવા આવેલો ડમી ઉમેદવાર પકડાયો | Dummy candidate...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

હરિયાણાના યુવાનની જગ્યાએ પરીક્ષા આપવા બેસ્યો

ચકાસણી દરમિયાન ફોન અને ઇયર પ્લગ મળી આવ્યા : ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર : ગાંધીનગરના એરફોર્સ સ્ટેશન ખાતે લોઅર ડિવિઝન ક્લાર્કની ત્રણ
જગ્યા માટે લેખિત પરીક્ષા પાલજ ખાતે યોજવામાં આવી હતી. જે દરમિયાન હરિયાણાના
ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપવા માટે બેઠેલો ડમી ઉમેદવાર મોબાઈલ ફોન સાથે પકડાયો
હતો. જે અંગે ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્યની વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો પકડાતા રહ્યા છે
ત્યારે આ વખતે એરફોર્સ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પણ ડમી ઉમેદવાર પકડાયો છે. જે
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરનાં એરફોર્સ સ્ટેશન ખાતે
વોરન્ટ ઓફિસર એડજ્યુટન્ટ તરીકે ફરજ બજાવતા રવિકાન્ત બિદેશ્વરીસીંગે ફરિયાદ નોંધાવી
હતી કે
,પ્રાદેશિક
પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત લોઅર ડિવિઝન ક્લાર્કની ત્રણ પોસ્ટ માટેની
લેખિત પરીક્ષા એરફોર્સ સ્ટેશન વાયુશક્તિ નગર પાલજ ખાતે યોજવામાં આવી હતી.આ પરીક્ષા
આપવા માટે ભારતમાંથી આશરે ૧૨૫ ઉમેદવારો પરીક્ષા આપવા માટે સવારે સાડા સાત વાગે
પાલજ ખાતેના એરફોર્સ ખાતે આવ્યા હતા. પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોની હાજરીની એરફોર્સના
સાર્જન્ટ દ્વારા વારાફરતી ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન એક ઉમેદવાર પવનકુમાર
ઓમપ્રકાશ રહે વોડ નંબર ૬
,
જોગીવાલા સીરસા હરિયાણાના આધારકાર્ડ તથા પાનકાર્ડની ચકાસણી કરી તપાસ કરતા તેના
અંડરવેરમાંથી મોબાઇલ ફોન ઇયર પ્લગ ડિવાઇસ મળી આવ્યું હતું. તેની વધુ પૂછતાંછ કરતાં
તેણે પોતાનું સાચું નામ અમનકુમાર રમેશકુમાર ફુલબાટી રહે સાંજરવાસ તા.જી.
ચારખીદાદરી પોલીસસ્ટે શેન બોન્દકલા હરિયાણા હોવાનું જણાવ્યું હતું અને તેની
પાસેનું આધાર કાર્ડ અને પાન કાર્ડ અને કોલલેટર પવનકુમાર ઓમપ્રકાશના નામના હતા. જે
પવનની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યો હતો. જે અંગે ફરિયાદ આપતા ચીલોડા પોલીસે ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon