This prediction is done based on the Sun sign. Overthinking and getting caught up in criticism can reduce self-confidence | ટેરો સ્ટાર: આ પ્રીડિક્શન સૂર્ય રાશિના આધારે કરવામાં આવેલું છે

HomesuratSpiritualThis prediction is done based on the Sun sign. Overthinking and getting...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • Gujarati News
  • Dharm darshan
  • This Prediction Is Done Based On The Sun Sign. Overthinking And Getting Caught Up In Criticism Can Reduce Self confidence

6 દિવસ પેહલા

  • કૉપી લિંક
  • તા. 12-12-2024થી 18-12-2024

પાયલ ટેરો

મેષ : Possibilities : તમને જે તકો મળી રહી છે, તેના પર ધ્યાન આપો. આ સમયની શક્તિઓ ખૂબ સક્રિય છે. હિલ-સ્ટેશન પર બહારગામ જવાનો યોગ બની શકે છે. વીઝા માટે સમય સારો. બેકપેઇનથી સાચવવું. Angel Guidance : એન્જલ્સને તમારી ચિંતાઓ સોંપીને ચમત્કારોને આવકારો.

વૃષભ : Courage : આ અઠવાડિયું વધુ મહેનત કરાવશે, પરંતુ વધુ મહેનતનું ફળ પણ વધુ મળશે. થાકી-હારી, કંટાળી જશો. પરંતુ છેવટે પરિણામ વિથ બોનસ મળશે. એગ્રિકલ્ચર, ફાર્મિંગ, નર્સરી, એન્વાયર્મેન્ટના ધંધામાં સમય સારો. Angel Guidance : બિનજરૂરી વાતોથી અલગ તમારો રસ્તો શોધી બહાર નીકળો.

મિથુન : Ordinariness : તમારા પોતાના દમ પર સરળ રીતે જીવો. પ્રસિદ્ધિ પાછળ ન દોડો. મટીરિયલ ગેઈન હાંસલ કરવા સ્પર્ધામાં ભાગો નહીં. પ્રકૃતિમાં રહો. તમારી પાસે જે છે, એનો આનંદ માણો. પ્રકૃતિ સાથે એકાકાર થાવ. Angel Guidance : જ્યાં પહોંચવા માંગો છો, તે માટે સંઘર્ષ કરો અને દૃઢ વિશ્વાસ રાખો.

કર્ક : Silence : આ સમયમાં તમે ઉચ્ચ પ્રતિભા ધરાવશો, પરંતુ એટલા જ લાગણીશીલ ન બનવું. મેડિટેશન દ્વારા મનને શાંત કરવું અને પરિસ્થિતિ બદલાવાની રાહ જોવી. ચંદ્રની ઊર્જામાં મનને શાંત કરવાનો ખાસ પ્રયત્ન કરવો. માતા સાથેના સંબંધમાં લાભ. Angel Guidance : સતત માંગણીઓ અને ઇરછાઓથી મુક્ત થઈ શાંતિ અનુભવો.

સિંહ : Guilt : સ્વદોષ અને અપરાધભાવ છોડવાની સલાહ છે. વધુ પડતા વિચારો અને આલોચનામાં ફસાવાથી આત્મવિશ્વાસ ઘટી શકે છે. ભૂતકાળની ભૂલો માટે જાતને માફ કરી અપરાધભાવમાંથી મુક્ત થાવ. માથાના દુ:ખાવાનું ધ્યાન રાખો. Angel Guidance : એકબીજાને આઘ્યાત્મિક સ્તરે ઊંચા લાવવા સાથે મળીને કામ કરો.

કન્યા : Turning In : આજુબાજુ ગમે એટલી નેગેટિવ કે પોઝિટિવ ઊર્જા હોય, છતાં તમે તમારી અંદર ઊતરેલા રહેશો. આ સમયમાં તમને આજુબાજુના વાતાવરણ અને લોકોને છોડીને પોતાની અંદર ઊતરવું વધુ ગમશે. ધ્યાન નવી ઊર્જા આપશે. Angel Guidance : યોગને રૂટિન બનાવી ઊર્જા અને માનસિક જાગૃતિમાં વધારો કરો.

તુલા : Thunderbolt : જૂની નકારાત્મકતા અને પકડી રાખેલી માન્યતાઓને છોડો. પરિસ્થિતિ ભલે તીવ્ર અને અશાંત લાગે, પણ આવશ્યક પરિવર્તન જરૂરી છે. તમારી અંદરના આઘાતો અને અવરોધોને તોડીને નવો માર્ગ બનાવો અને વધુ જાગૃત બનો. Angel Guidance : તમે પ્રાથમિકતાથી કામ કરશો, એટલું પોતાના પર કરશો.

વૃશ્ચિક : Stress : આ સમયમાં ઝડપથી કોઈના પર વિશ્વાસ ન કરવો. એકસાથે ઘણુંબધું સંભાળીને થાકી ગયા છો અને આના કારણે સમય તણાવભર્યો રહી શકે છે. આમાંથી બહાર આવી રીલેક્સ થવાનો પ્રયત્ન કરો. સ્ટ્રેસ, એંગ્ઝાઇટીથી સાચવવું. Angel Guidance : અગાઉના અવરોધો દૂર કરવા સકારાત્મક વિચાર રાખો.

ધન : Nothingness : અજવાળું ત્યારે જ દેખાય, જ્યારે અંધારું હોય. આ વાત ધ્યાનમાં રાખો. ક્યારેક કંઈ જ ન કરવું એ આગળ શું કરવું, એ વિચારવા માટેનો ઉત્તમ સમય છે. લગ્નસંબંધમાં જરૂર પડે તો કાઉન્સેલરની સલાહ લેવી. Angel Guidance : સંકલ્પબદ્ધ રહો અને તમામ મુશ્કેલીઓમાં દૃઢતા બતાવો.

મકર : The Outsider : પોતાના જ વિકાસ અને બંધનમુક્તિ માટે જે તરફ નજર હોવી જોઇએ, એના કરતાં વિપરીત દિશામાં તમારું ધ્યાન છે. સાચી દિશા તરફ જુઓ અને આગળ વધો. બેકપેઇનથી સાચવવું. Angel Guidance : રૂઢિચુસ્ત વિચારધારા છોડી નવી શરૂઆત સાથે પ્રેક્ષાને અપનાવો.

કુંભ : Completion : અધૂરું રહેલું કામ પૂરું થવાનો સમય છે. અત્યાર સુધી બાહ્ય યાત્રામાં જે ઉતાર-ચડાવમાંથી પસાર થવાનું હતું, એનો છેલ્લો પડાવ છે. અહીંથી આંતરિક યાત્રા શરૂ થવાનો સમય છે. ગળા અને આંખના ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું. Angel Guidance : કોઇ પણ સંજોગોમાં વિશ્વાસ રાખો કે બધું સારા માટે છે.

મીન : Going with the flow : લાગણીઓ પર કાબૂ રાખવો અને વધુ પડતું ખેંચાઇ ન જવું. ખર્ચ પર કાબૂ રાખવો. નવું કંઈ શરૂ કરવા થોડી ધીરજ રાખવી. સમયનો પ્રવાહ જે તરફ લઈ જાય, એ તરફ જવું. પાણીનો ફોબિયા હોય તો ધ્યાન રાખવું. Angel Guidance : નિયમિત ધ્યાન કરો અને આંતરિક સ્વ સાથે જોડાવાનો પ્રયાસ કરો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon