Bhavnagar Rain News: ઘોઘમાર વરસાદ અને તંત્રની નબળી કામગીરીથી બેસી ગયો પુલ

    0
    5

    ભાવનગરમાં વરસાદી કહેર જોવા મળ્યો હતો. આ પંથકમાં સૌથી વધુ નુકસાન થયુ છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન છે. તો રસ્તાઓ પર ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી છે. અને તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. પ્રિ-મોન્સૂનની કામગીરી છતી થતા સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.

    પુલ બેસતાં વાહનોની અવરજવર બંધ

    ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી પુલ બેસી ગયો છે. કોન્ટ્રાકટરની નબળી કામગીરી વરસાદમાં છતી થઇ છે. પુલ બેસી જતા વાહનોની અવર જવર માટેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સોમનાથથી મહુવા તરફનો રસ્તો બંધ કરાયો છે. મહુવા પાસે દેવળીયા ગામ તરફના રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગમાં આવતા તમામ વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તંત્રે આ અંગે વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

    તંત્રની નિષ્કાળજી આવી સામે

    મહુવામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ હાલ મેઘરાજાએ વિરામ લેતા રસ્તા પરનું પાણી ઓછું થયુ છે. અને ખાડાઓ જોવા મળ્યા છે. તો અમુક સ્થળે પુલ બેસી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. પ્રથમ વરસાદમાં જ આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. વાહન ચાલકો માટે સ્થિતિ વધુ ગંભીર બની હોય તેમ દેખાઇ રહ્યુ છે. 

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here