Mehsana: કડીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી

0
9

રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. મહેસાણાના કડીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શંકરસિંહ વાઘેલાએ પાણીમાં ઊભા રહી સ્થિતિ વર્ણવી હતી.

કડીના રસ્તાઓ પર ભરાયા પાણી

હવામાન વિભાગની આગાહીના પગલે કડી વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા શંકરસિંહે પાણીમાં ઊભા રહી સ્થિતિ વર્ણવી હતી. કહ્યું કે થોડા વરસાદમાં પાલિકાની કામગીરી છતી થઇ છે. પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વરસાદના કારણે ખેડૂતો ખુશ છે. તેઓ નવા પાકના વાવેતર માટે તૈયારીઓ કરી રહ્યા છે. જે સ્થળે પાણી ભરાયા છે. ત્યાં તંત્ર દ્વારા મદદ પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ છે.

પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

કાલે કચ્છ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યામાં 18 થી 22 જૂન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિકલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here