જામનગર શહેરની જી.જી હોસ્પિટલમાં એક મારામારીની ઘટના સામે આવી છે.જ્યાં જી.જી હોસ્પિટલમાં 2 જૂથો દ્વારા મારામારી કર્યા હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. મારામારીની ઘટના બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માત બાદ સારવાર માટે 2 જૂથો હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.
જી.જી હોસ્પિટલમાં 2 જૂથો વચ્ચે માથાકૂટ
જામનગર શહેરની જી.જી હોસ્પિટલમાં ગત રાત્રિ અકસ્માત બાદ 2 જૂથો સારવાર માટે આવેલ હોય તે દરમિયાન તેઓ આમને સામને આવી ગયા હતા. જે બાદ બબાલ સર્જાઈ હતી.જી.જી હોસ્પિટલમાં 2 જૂથોએ માથાકૂટ કરી હતી.જેના લીધે ભારે હંગામો મચી જવા પામ્યો હતો. હોસ્પિટલમાં મારામારી થતા દર્દીઓ અને તેમના સગાવહાલાઓમાં ડરનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં મારામારી થતા દર્દીઓ અને સગાઓના ટોળેટોળા વળ્યા હતા.
માથાકૂટ બાદ ભારે હોબાળો
બંન્ને જૂથ વચ્ચે મારમારી થતા હોબાળો મચ્યો હતો. સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.અગાઉ પણ જી.જી હોસ્પિટલ વિવાદોમાં આવી હતી.એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી મહિલા અને અન્ય કર્મચારી વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં મહિલા બેભાન થઈ ગઈ હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. તો જી.જી હોસ્પિટલમાં થયેલા 2 જૂથો વચ્ચેની મારામારીને લીધે મોટો હોબાળો મચી જવા પામ્યો હતો.
[ad_1]
Source link

