Rajkotથી ગોંડલ વચ્ચેનો ખખડધજ રસ્તો, બોરીઓ ભરેલો છકડો પલટી ગયો

    0
    8

    ગુજરાતમાં ચોમાસા પહેલા જ રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળે છે. તો વરસાદ પડવાથી રસ્તા વધુ ખરાબ થઈ જાય છે. જેના લીધે ઘણીવાર વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ઘણીવાર ખરાબ રસ્તાને લીધે ગંભીર અકસ્માતો પણ થતા હોવાની ઘટનાઓ બને છે. જેમાં લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, તો રાજકોટથી ગોંડલ વચ્ચેનો રસ્તો ખખડધજ હાલતમાં જોવા મળે છે. બિસ્માર રસ્તો હોવાથી વાહનચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે.

    બિસ્માર રસ્તાના લીધે લોકો પરેશાન

    રાજકોટ અને ગોંડલ વચ્ચે નેશનલ હાઈવે આવેલો છે. જ્યાં નેશનલ હાઈવેની હાલત ચોમાસા પહેલા જ બદતર હાલતમાં જોવા મળેલ છે. ખરાબ રસ્તાને લીધે અકસ્માતની ઘણી ઘટનાઓ બને છે. જેના લીધે વાહનચાલકોએ હાઈવે રિપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરી છે. ખખડધજ રસ્તો હોવાને લીધે ગઈકાલે સાપરમાં માલવાહક છકડો પલટી ગઈ હતી. બોરીઓ ભરેલો છકડો પલટી મારી ગયાનો વીડિયો વાયરલ થયો હતો. તો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી છે.

    રસ્તો સમારકામ કરવામાં આવે તેવી માંગ

    રાજકોટ- ગોંડલ હાઈવેના રસ્તા પર બોરીઓ ભરેલ છકડો પલટી ગયો હતો. ત્યારે આ જગ્યાએ ખરાબ રસ્તો હોવાને લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે.ખરાબ રસ્તાથી વારંવાર અકસ્માત થતો હોવાનો આક્ષેપ વાહનચાલકો અને સ્થાનિકોઓએ લગાવ્યો હતો.તો તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here