સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સના ભાગરૂપે આવતીકાલે 31 મેના રોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ધ્રાંગધ્રા શહેર ખાતે મોકડ્રીલ વિસ્તારમાં રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટ કરવામાં આવશે.
ધ્રાંગધ્રાના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
ઉપરાંત સરકારના નિર્દેશ અનુસાર બંને સ્થળો ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ત્યારે બ્લેકઆઉટ-અંધારપટમાં સુરેન્દ્રનગર શહેરી અને ધ્રાંગધ્રાના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવો
આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતીરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઓપરેશન શિલ્ડમાં સહભાગિતા દાખવી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ધ્રાંગધ્રા ખાતે મોકડ્રીલ વિસ્તારમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
[ad_1]
Source link

