વડોદરા શહેરના સ્માર્ટ સત્તાધીશો અને કાઉન્સિલરો ક્યાંકને ક્યાંક વિવાદમાં આવતા જ હોય છે, ત્યારે હાલમાં વળસર કોટેશ્વર રોડ પર વારંવાર ચોમાસા દરમિયાન રોડનું ધોવાણ થતું હોય રસ્તો બંધ કરવાની ફરજ પડતી હતી. જેને પગલે હાલમાં મ્યુનિસિપલ કમિશનરે પોતાની સત્તાની રૂએ નવું નાળુ બનાવવાની શરૂઆત કરી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગાય ગતિએ કામગીરી ચાલી રહી હોય સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રોડ ઉપર હાલમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય
હાલમાં કોટેશ્વર ગામ, કાંસા રેસીડેન્સી, સમૃદ્ધિ સહિતની અનેક સોસાયટીઓના રહીશોને આપવામાં આવેલ વૈકલ્પિક રોડ ક્યાંક જોખમકારક સાબિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે. વડસર કોટેશ્વરનો રોડ બંધ થતા હાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રોડ વૈકલ્પિક રોડ તરીકે આપવામાં આવે છે. પરંતુ આ રોડ ઉપર હાલમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય છે, જેને પગલે વાહનો સ્લીપ થઈ જવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ રોડ ઉપર ટુ-વ્હીલર ચલાવવું એટલે ખૂબ જોખમકારક છે અને તેમાં પણ મહિલાઓને આ રોડ ઉપરથી પસાર થવું એટલે કપરી પરિસ્થિતિમાંથી પસાર થવા બરાબર છે.
તંત્ર આંધળું અને નફ્ફટ હોવાના સ્થાનિકોના આક્ષેપો
ત્યારે સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા. વહેલી તકે રોડની સમસ્યાનું નિરાકરણ લાવવા અને કાયમી ધોરણે ફરીથી આવી કોઈ સમસ્યા સર્જાય નહીં તેનું ધ્યાન રાખવા માગ કરી હતી. હા વૈકલ્પિક રોડ મળતા રોડ પરથી એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નહીં હોવાથી જ્યારે પણ કોઈ બીમાર થાય અથવા તો પ્રેગ્નેન્ટ હોય તેવી પરિસ્થિતિમાં દર્દીને બહાર લાવવું ખૂબ મુશ્કેલ ભર્યું સાથે સાથે તંત્ર આંધળું અને નફ્ફટ હોવાના પણ આક્ષેપો કર્યા હતા.
[ad_1]
Source link

