વેવણે જાહેરમાં ધોકા મારી વેવાઈને ઉતાર્યા મોતને ઘાટ, આખી ઘટના જાણીને ધ્રુજી જશો-young man and a young woman got married for love and the girls mother killed the young mans father in kutch

0
4

Last Updated:

કચ્છના બિદડા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક વેવણે જાહેરમાં તેના વેવાઈને ધોકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો. જેથી આ સમગ્ર મામલે હવે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેવણે જાહેરમાં ધોકા મારી વેવાઈને ઉતાર્યા મોતને ઘાટવેવણે જાહેરમાં ધોકા મારી વેવાઈને ઉતાર્યા મોતને ઘાટ
વેવણે જાહેરમાં ધોકા મારી વેવાઈને ઉતાર્યા મોતને ઘાટ

કચ્છ: બિદડા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક વેવણે જ તેના વેવાઈની હત્યા કરી નાખી છે. જેમાં જાહેરમાં જ વેવણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી આ બનાવને લઈને જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે. વેવણે જાહેરમાં જ તેના વેવાઈ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. જે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ તસવીરમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે વેવણે ધોકા વડે તેના વેવાઈ પર ઘાતકી હુમલો કર્યો હતો.

આ હુમલાની ઘટનામાં વેવાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેવાઈનું કરુણ મોત નિપજ્યું છે. જેથી આ મામલે હવે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ વેવાઈના મોતને લઈને હાલ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

એવી માહિતી સામે આવી છે કે વૃદ્ધના પુત્રએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. જેના કારણે યુવતીની માતાએ મનદુ:ખ રાખીને આ હુમલો કર્યો હતો. જોકે જે રીતે વેવણ દ્વારા તેના વેવાઈને ધોકા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. તેને લઈને આ મુદ્દો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. સાથે જ આસપાસના વિસ્તારના લોકો પણ આ ઘટનાને લઈને વિચારમાં મુકાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના બિદડા ગામનો આ બનાવ છે. જ્યાં વેવણે વેવાઈને ધોકાના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. વૃદ્ધની હાલત નાજુક હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. જેથી આ મામલે હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here