NSEની મોટી જાહેરાત, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાંથી બહાર થશે આ 5 શેર – NSEs big announcement these 5 stocks will be removed from futures and options

0
6

Last Updated:

આરતી ઇન્ડસ્ટ્રીઝ, બિરલાસોફ્ટ, હિન્દુસ્તાન કોપર, મુંબઈ ગેસ લિમિટેડ (MGL) અને પિરામલ એન્ટરપ્રાઇઝિસના શેર ઓગસ્ટ સીરીઝથી F&O ટ્રેડિંગમાં સામેલ નહીં થાય. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ આ નિર્ણય શેરના ટ્રેડિંગ વોલ્યુમ અને માર્કેટ કેપના આધારે લીધો છે.

NSEની મોટી જાહેરાતNSEની મોટી જાહેરાત
NSEની મોટી જાહેરાત

F&O Shares: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ઓગસ્ટ 2025ની સીરીઝથી પાંચ શેરને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. NSE અનુસાર, આરતી ઇન્ડસ્ટ્રીઝ, બિરલાસોફ્ટ, હિન્દુસ્તાન કોપર, મુંબઈ ગેસ લિમિટેડ (MGL) અને પિરામલ એન્ટરપ્રાઇઝિસના શેર ઓગસ્ટ સીરીઝથી F&O ટ્રેડિંગમાં સામેલ નહીં થાય.  આ ફેરફાર 1 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. એક્સચેન્જે આ નિર્ણય શેરના ટ્રેડિંગ વોલ્યુમ અને માર્કેટ કેપના આધારે લીધો છે, જેથી F&O સેગમેન્ટની ક્વોલિટી અને પારદર્શિતા જળવાઈ રહે. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને રોકાણના નિર્ણયો લે.

જૂન F&O કોન્ટ્રાક્ટમાં બે નવા શેર સામેલ

આ પહેલા ગઈકાલે NSEએ જૂન F&O કોન્ટ્રાક્ટમાં બે નવા શેર સામેલ કર્યા હતા. જૂન F&O કોન્ટ્રાક્ટમાં બ્લુ સ્ટાર (Blue Star) અને ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (Firstsource Solutions)નો સમાવેશ થશે, જે 30 મે, 2025થી F&O કોન્ટ્રાક્ટમાં શામેલ થશે. F&Oની એક્સપાયરી 29 મે, 2025ના રોજ થવાની છે, જે ડેરિવેટિવ સેગમેન્ટમાં આ પાંચ સ્ટોક્સ માટે અંતિમ એક્સપાયરી હશે.

20 માર્ચે જાહેર કર્યું હતું સર્ક્યુલર

NSE એ 20 માર્ચ, 2025ના રોજ જાહેર કરેલા એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, એપોલો ટાયર્સ, દીપક નાઇટ્રાઇટ, એસ્કોર્ટ્સ કુબોટા, MRF અને રામકો સિમેન્ટ્સ આ પાંચ કંપનીઓમાં હવે નવા એક્સપાયરી મહિનાના કોન્ટ્રાક્ટ રજૂ કરવામાં નહીં આવે. એટલે કે જૂન 2025થી આ શેરમાં કોઈ નવા વાયદા કે વિકલ્પ કોન્ટ્રાક્ટ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ નહીં હોય. NSE આ પાંચ સ્ટોક્સને ડેરિવેટિવ સેગમેન્ટમાંથી બહાર કરી રહ્યું છે, જેથી ઓગસ્ટ 2024માં જારી થયેલા ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)ના સર્ક્યુલરનું પાલન થાય, જે ડેરિવેટિવ સેગમેન્ટમાં સ્ટોક્સના એન્ટ્રી અને એક્ઝિટ સાથે સંબંધિત છે.

શું છે નવા દિશાનિર્દેશો?

બજાર નિયામક SEBIના નવા દિશાનિર્દેશો અનુસાર, જે સ્ટોક્સ સતત ત્રણ મહિના સુધી નિર્ધારિત માપદંડો પૂરા નથી કરતા, તેમને ડેરિવેટિવ સેગમેન્ટમાંથી બહાર કરવામાં આવશે. મુખ્ય ફેરફારોમાં F&O સેગમેન્ટમાં સ્ટોક્સ માટે સરેરાશ દૈનિક ડિલિવરી વેલ્યુને 10 કરોડથી વધારીને 30 કરોડ કરવામાં આવી છે અને ન્યૂનતમ માર્કેટ વાઇડ પોઝિશન લિમિટ (MWPL)ને 500 કરોડ રૂપિયાથી વધારીને 1,500 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here