કમોસમી વરસાદને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 17000 બોક્સને નુકસાની થતા વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે, આજે સવારથી જૂનાગઢમાં કમોસમી વરસાદ પડતા ની સાથે જ માર્કેટિંગ યાર્ડ માં રહેલા ૧૭ હજાર કરતા પણ વધુ બોક્સ પલળી ગયા હતા અને ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને તેમજ વેપારીઓને કેરીના પાક તેમજ બોક્સમાં પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.
કેરીના બોકસ પલળી જતા નુકસાન થયું
આજે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલા 17,000 બોક્સ પલળી જતા તમામ કેરીઓ પાણીમાં તરતી જોવા મળી હતી, યાર્ડના કેરીના વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જૂનાગઢ માર્કેટિંગ શાકભાજી અને ફ્રૂટ યાર્ડમાં કોઈક સુવિધાઓ નથી તેમ જ જે શેડ છે તે પણ તૂટી ગયા છે અને કેરીના બોક્સની આવક વધી જતા બોક્સને ખુલ્લા મેદાનમાં રાખવા પડ્યા હતા અને કમોસમી વરસાદને લઈને આ તમામ બોક્સ પલળી ગયા હતા જેથી કેરીને નુકસાન થયું છે અને વેપારીઓને પણ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.
કેરી વેચતા વેપારીઓને આર્થિક નુકસાન
બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં અતિશય આવકને કારણે નીચે પણ બોક્સ ઉતારવાની ફરજ પડી હતી, જેથી વરસાદે અસર કરી, કેરીને મોટું નુકસાન થયું નથી, પણ બોક્સ પલળી ગયા છે. યાર્ડમાં શાકભાજી અને ફળો માટે એક જ શેડ હોવાથી જગ્યા ઓછી પડે છે, સફાઈ કામદારો છેલ્લા બે દિવસથી હડતાલ પર છે, જેના કારણે ગંદકી વધી છે. નવી ટીમને બોલાવી સફાઈ શરૂ કરાઈ છે. તૂટી ગયેલા શેડને રીપેર કરવા માટે ચોમાસા બાદ કામ હાથ ધરાશે તેવી યાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા હૈયાધારણા આપી હતી, આમ આજે કમોસમી વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં 17,000 કરતાં પણ વધુ કેરીના બોક્સને નુકસાની થઈ છે અને જેનો ભોગ વેપારીઓ બન્યા છે અને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
[ad_1]
Source link