Last Updated:
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હાઈકોર્ટ દ્વારા આરોપી તથ્ય પટેલના 7 દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તથ્ય પટેલની માતા બીમાર હોવાને કારણે આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ: શહેરમાં ઈસ્કોન બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માત કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલની જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. જોકે આ જામીન કોર્ટ દ્વારા હંગામી ધોરણે આપવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ આ કેસમાં તથ્ય પટેલને આંશિક રાહત મળી છે તેવું કહી શકાય. જોકે હાઈકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે આરોપી તથ્ય પટેલને માત્રને માત્ર 7 દિવસ માટે હંગામી જામીન આપવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે તથ્ય પટેલની માતા બીમાર છે અને તે જ કારણ સાથે જામીન માટે અરજી કરવામાં આવી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલની જામીન અરજીને ફગાવી દેવામાં આવી હતી. જોકે હાલ હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજીને મંજૂર કરવામાં આવી છે. જેમાં 7 દિવસ માટે આરોપી તથ્ય પટેલની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.
જોકે હાઈકોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ તેની સાથે રહેશે. કુલ 9 લોકોના અકસ્માતની અંદર મોત થયા હતા. જેથી છેલ્લા ઘણા સમયથી તથ્ય પટેલ જેલની હવા ખાઈ રહ્યો છે. જોકે હાલ તેની માતાની તબિયત ખરાબ હોવાને કારણે હાઈકોર્ટ દ્વારા તેને હંગામી જામીન આપવામાં આવ્યા છે. જેમાં 7 દિવસના તેના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તથ્ય પટેલ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જોકે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કર્યા બાદ તેના 7 દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ તેની સાથે એક કોન્સ્ટેબલ અને 2 હેડ કોન્સ્ટેબલ પણ રહેશે.
Ahmedabad,Gujarat
[ad_1]
Source link