Halvad: હળવદમાં ચંદ્ર પાર્ક પાછળનાં મકાનો પાડી દેનાર સામે કાર્યવાહી કરવા માગણી

    0
    10

    હળવદમાં સરા રોડની બાજુમાં આવેલ ચંદ્ર પાર્ક પાછળ રહેતા જેસિંગભાઈ ભગાભાઈ પનારા દ્વારા તેમના મકાન પાડી દેનાર સામે કાર્યવાહી કરવા મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

    જેમાં જણાવવામાં આવ્યું છે કે હળવદમાં સારા રોડની બાજુમાં આવેલ ચંદ્ર પાર્ક પાછળ 1959માં રજીસ્ટર દસ્તાવેજ વાળી નંબર 376થી અખાત જમીન ખરીદી હતી. આ જમીન પર તેમના 8 મકાનો હતા અને તેમનો પરિવાર વર્ષોથી રહેતા હતા. ત્યારે હળવદના મહેન્દ્રભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, વિજયકુમાર જાકાસણીયા અને જતિનકુમાર પટેલ નામના વ્યક્તિઓએ બાજુમાં જમીન ખરીદી હતી.

    આ દરમ્યાન તેમના દ્વારા તમારા જે મકાનો છે તેના ઉપરથી પસાર થતી વીજ લાઈન નીચે હોય અને બાજુમાં સોસાયટી બનાવવાની હોય તેથી મકાન પાડી સારા મકાન બનાવી આપવા જેસિંગભાઈ અને તેમના પરિવારને જણાવ્યું હતું. અને વિશ્વાસમાં લઈને અને પછી ધાક ધમકીથી આઠેય મકાન તોડી પાડયા હતા. જેને આજે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી મકાન બનાવી આપવામાં આવ્યા નથી. અને વિશ્વાસઘાત કર્યો હોય ત્યારે આ ચારેય વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવા પરિવારજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here