શિવલખાની સરકારી જમીન પર કરેલું દબાણ પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer backfires on Shivlakha government land pressure

0
9

બે શખ્સો વિરુદ્ધ મારામારી, લેન્ડ ગ્રે્બિંગ અને હત્યા સહીત 6 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સામખિયાળી રાધનપુર હાઇવે પર હત્યા, લેન્ડ ગ્રે્બિંગ અને મારામારીનાં ગુનાનાં બે આરોપીઓને નોટિસ તેમના દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલી હોટલ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તોડી પાડી જમીનને દબાણ મુક્ત કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભચાઉનાં શિવલેખામાં રહેતા બે આરોપી અનિલસિંહ અમરસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા વિરુદ્ધ હત્યા, લેન્ડ ગ્રે્બિંગ અને શરીર સબંધીત મારામારીનાં ૬ થી વધુ ગુનાઓ પોલીસ મથકે દાખલ છે. જેથી પોલીસ સર્ચ દરમિયાન સામખિયાળી – રાધનપુર હાઇવે પર બે આરોપીઓ એ પોતાના આથક ફાયદા સારું શિવલખાની સીમમાં સરવે નંબર ૫૭૪/૧ તથા ટ્રા. સ. નંબર ૧૩૧૭/૪/બિન નંબરી ૪૭ પૈકી ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હોટલ બનાવી અને પાકુ બાંધકામ કરી નાખ્યું હોવાનું સામે આવતા પોલીસે સ્વેચ્છાએ દબાણ તોડી પાડવા નોટિસ આપી હતી. જે નોટિસ આપ્યા બાદ બે આરોપી અનિલસિંહ અને જયેન્દ્રસિંહ દબાણ ખાલી ન કરતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બુલડોઝર વડે દબાણ તોડી પાડવામાં આવ્યુ હતુ અને સરકારી જમીન ખુલ્લી કરી નાખવામાં આવી હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here