સિઝફાયરનું ઉલ્લંઘન: કચ્છના હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું, સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ જાહેર-Ceasefire violation Pakistani drone spotted near Haraminala in Kutch blackout declared in entire Kutch

    0
    12

    Last Updated:

    ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિને લઈને સિઝફાયર જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાન દ્વારા ફરી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના હરામીનાળા પાસે ફરી પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. હાલ સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

    કચ્છના હરામીનાળા પાસે ડ્રોન દેખાયુંકચ્છના હરામીનાળા પાસે ડ્રોન દેખાયું
    કચ્છના હરામીનાળા પાસે ડ્રોન દેખાયું

    કચ્છ:  પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિમાં આજે સાંજે સિઝફાયર જાહેર કરવામાં આવ્યું હતું. જોકે માત્ર 4 કલાકમાં જ પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છમાં હરામીનાળા પાસે ફરી એકવાર ડ્રોન દેખાયું છે. જેથી કચ્છના હરામીનાળા પાસે એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ સાથે જ દેશના વિવિધ રાજ્યો કે સરહદને અડીને આવેલા છે ત્યાં પણ પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

    બનાસકાંઠા જિલ્લામાં 24 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગ રૂપે બનાસકાંઠાની સરહદ પર આવેલ 24 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

    બીજી તરફ પાટણના સાતલપુર તાલુકાના પણ તમામ ગામોમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી છે. જેમાં બધા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે સીઝફાયર પર સહમતિ બની ગઈ. પણ તેના 4 કલાક બાદ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીભરી ગતિવિધિઓ ફરીથી તેજ થઈ ગઈ છે.

    ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/કચ્છ/

    સિઝફાયરનું ઉલ્લંઘન: કચ્છના હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું, જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here