નર્મદા: સાપ કરડતા દર્દીને 10 કિલોમીટર સુધી ઝોળીમાં લાવ્યા, Viral Video – Snake bite patient shifted hospital after walked 10 km in narmada

0
11

Last Updated:

નર્મદા જિલ્લાના ચાપટ ગામ ના પેટા ફળિયા ચાપટમાં એક વ્યક્તિને સાપ કરડતા ઝોલીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ સુધી લાવ્યા હતા.

દર્દીને ઝોળીમાં નાખીને લઈ જવા મજબૂરદર્દીને ઝોળીમાં નાખીને લઈ જવા મજબૂર
દર્દીને ઝોળીમાં નાખીને લઈ જવા મજબૂર

નર્મદા: નર્મદા જિલ્લામાંથી વિચલિત કરતી તસવીર સામે આવી છે. અંતરિયાળ વિસ્તારમાં એક વ્યક્તિને સાપ કરડતા તેને સારવાર માટે 10 કિલોમીટર સુધી ઝોળીમાં નાખીને લાવવો પડ્યો હતો. ગામમાં રસ્તાની સુવિધાનો અભાવ હોવાથી ગ્રામજનો દર્દીને ઝોળીમાં નાખી, ચાલતા ચાલતા હોસ્પિટલ પહોંચ્યા હતા.

નર્મદા જિલ્લાના ચાપટ ગામના લોકોની મજબૂરીનો વીડિયો વાયરલ થયો છે. પેટા ફળિયા ચાપટમાં રહેતા ઇદ્રિસભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. તેમને તાત્કાલિક સારવારની જરુર હતી, પણ ગામ સુધી પહોંચી શકાય તેવા રસ્તાનો અભાવ હતો. જેથી ગ્રામજનો દર્દીને ઝોળીમાં નાખી 10 કિલોમીટર ચાલીને મુખ્ય માર્ગ સુધી પહોંચ્યા હતા. બાદમાં ખાનગી વાહનમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં ચાપટ ગામ આવેલું છે. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે, પણ રસ્તા જેવી પાયાની સુવિધા હજી આ ગામ સુધી પહોંચી નથી. આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા મળી નથી.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here