સહેવાગનો મોટો રેકોર્ડ તોડતા ચૂકી ગયો રોહિત શર્મા, સંન્યાસના નિર્ણયે ‘ખેલ’ બગાડ્યો | /rohit sharma missed to break virender sehwag big record in test hit 9 hundred as opener

0
20

Rohit Sharma Test Match Career: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને ઉમદા કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત બુધવારે કરી હતી. રોહિતની આ જાહેરાત બાદ તેની 11 વર્ષ લાંબી ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો છે. અગાઉ 38 વર્ષીય રોહિત ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ સંન્યાસ જાહેર કર્યો હતો.  હાલ તે  ODI ફોર્મેટમાં રમશે. આ ફોર્મેટમાં તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. 

રોહિત શર્માનું ટેસ્ટ ક્રિકેટ કારકિર્દી ખૂબ સારી રહી છે. તે ભારત માટે ઓપનિંગથી માંડી 6 નંબર સુધી રમ્યો છે. જો કે, ટેસ્ટ ક્રિકેટમાં તે ઓપનર તરીકે ખૂબ સફળ ખેલાડી રહ્યો છે. રોહિતે પોતાની કારકિર્દીમાં 67 ટેસ્ટ મેચમાંથી 40.57ની એવરેજમાં 4301 રન બનાવ્યા છે. જેમાં 12 સદી તથા 18 અર્ધસદી ફટકારી હતી. આ આક્રમક અંદાજ ધરાવતો શર્મા ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના રેકોર્ડની અત્યંત નજીક પહોંચ્યો હતો. જો કે, તે રેકોર્ડ તોડે તે પહેલાં જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી. 

સેહવાગના રેકોર્ડ નજીક હતો શર્મા

રોહિત શર્માએ પોતાની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં કુલ 88 છગ્ગા ફટકાર્યા હતા. તે ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટર્સની યાદીમાં બીજા ક્રમે છે. જો તે ટેસ્ટમાં ત્રણ વધુ છગ્ગા ફટકારતો તો તે પ્રથમ ક્રમે પહોંચ્યો હોત. વિરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયા તરફથી 90 છગ્ગા ફટકારી ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી છે. 

આ પણ વાંચોઃ IPL 2025 અંગે મોટા સમાચાર, ફક્ત અઠવાડિયા માટે મોકૂફ, પછી નવો કાર્યક્રમ જાહેર કરાશે

ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ છગ્ગા

સીક્સ ખેલાડી
90 વીરેન્દ્ર સેહવાગ
88 રોહિત શર્મા
78 એમએસ ધોની
73 ઋષભ પંત
69 રવિન્દ્ર જાડેજા
69 સચિન તેંડુલકર
61 કપિલ દેવ
57 સૌરવ ગાંગુલી

સદી ફટકારવામાં રોહિત પાંચમા ક્રમે

ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા પાંચમા ક્રમે છે. તેણે જીતેલી ટેસ્ટ મેચમાં કુલ 12 સદી ફટકારી હતી. આ લીસ્ટમાં પહેલાં ક્રમે 20 સદી સાથે સચિન તેંદુલકર છે.

ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી

સદી ખેલાડી
20 સચિન તેંડુલકર
15 રાહુલ દ્રવિડ
14 વિરાટ કોહલી
13 ચેતેશ્વર પૂજારા
12 રોહિત શર્મા

ઓપનર તરીકે રોહિતની ટેસ્ટ કારકિર્દી

ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે, રોહિતે ભારત માટે 66 ઇનિંગ્સમાં કુલ 2697 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેની એવરેજ 42.81 હતી. આ 66 ઇનિંગ્સમાં તેણે 9 સદી અને 8 અડધી સદી પણ ફટકારી હતી. ટેસ્ટમાં ઓપનર તરીકે તેનો શ્રેષ્ઠ સ્કોર 212 રન હતો.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here