વેફરે નયનાબેનને બનાવ્યા આત્મનિર્ભર, ઘરે બેઠા 6થી 8 હજારની થાય છે કમાણી – Kumbhariya village women nayanaben madalka gain self reliance by selling wafers hc

0
7

Last Updated:

અમરેલી જિલ્લાના કુંભારિયા ગામની મહિલાઓ આત્મનિર્ભર બની છે. નયનાબેન માંડળકા વેફર, પાપડ, ખાખરા વગેરે બનાવે છે. જેના વેચાણથી તેઓ ઘરેબેઠા 3000-8000 રૂપિયા મહિને કમાય છે.

X

News18

News18

અમરેલી: 21મી સદીમાં મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. આજે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની રહીં છે. અમરેલી જિલ્લાની મહિલાઓ હવે અલગ અલગ વેફર બનાવી અને જેનું વેચાણ કરી અને હજારો રૂપિયામાં આવક મેળવી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારિયા ગામની મહિલાઓએ પોતાના નિવાસસ્થાને વેફર બનાવી અને અમદાવાદ સુધી વેચાણ કરી આવક મેળવી રહી છે.

લોકલ 18 સાથે વાત કરતા કુંભારિયા ગામના નયનાબેન માંડળકાએ જણાવ્યું કે, “હું એક ગૃહિણી છું. મેં ઘરે રહીને વેફર બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી છે. હું કેળા-બટાકાની અલગ અલગ પ્રકારની વેફર બનાવું છું. મેં બનાવેલી વેફરનું વેચાણ રાજુલા, જાફરાબાદ, ખાંભા તેમજ અમરેલી જિલ્લામાં અને અમદાવાદ સુધી વેચાણ કરવામાં આવે છે. 250 રૂપિયા પ્રતિ કિલોનો વેફરનો ભાવ મળી રહે છે. જેથી મહિને અંદાજિત 25 થી 30 કિલો વેફરનું વેચાણ થાય છે અને 6 થી 8000 રૂપિયા સુધીની આવક મળી રહી છે.”

ઘરે બેઠા 3000થી 5000 રૂપિયાની આવક

નયનાબેને વધુમાં જણાવ્યું કે, “ગામની અંદર દરેક મહિલાઓએ એક જૂથ બનાવ્યું છે. આ જૂથ બનાવ્યા બાદ એક મહિલાના નિવાસસ્થાને વેફર બનાવવાનું કામ કરવામાં આવે છે. તો અન્ય વ્યક્તિઓના નિવાસસ્થાને પાપડ, ખાખરા તેમજ અલગ અલગ વેરાયટી બનાવવામાં આવે છે. જેનું વેચાણ કરવામાં આવે છે. ગામની દરેક મહિલાને ઘરે બેઠા અંદાજિત 3,000 થી 5000 રૂપિયાની મહિને આવક થઈ રહી છે.”

Kumbhariya village women nayanaben madalka gain self reliance by selling wafers hc

ઉલ્લેખનીય છે કે, આ ગામની મોટાભાગની મહિલાઓ જુદા જુદા મંડળો ચલાવી રહી છે અને મંડળમાં વિવિધ વાનગીઓ, મીઠાઈ, અથાણા અને મુખવાસ બનાવે છે, જેનું વેચાણ પણ કરવામાં આવે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્ટોલમાં પણ વેચાણ કરવામાં આવે છે અને સારી આવક મળે છે. તેમની ચોકસાઈ, ગુણવત્તા અને મીઠાઈના કારણે લોકો આ વસ્તુઓ ખરીદે છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here