લગ્નમાંથી પરત ફરતા પરિવારની કાર ઝાડ સાથે અથડાઈ : એકનું મોત, પાંચ ઘાયલ | Family’s car returning from wedding crashes into tree: One dead five injured

0
4

દહેગામ કપડવંજ હાઇવે માર્ગ ઉપર અકસ્માત

શિયાવાડાના પરિવારને લાલુજીના મુવાડા પાસે અકસ્માત નડયો : ઘાયલો ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ

ગાંધીનગર : જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે દહેગામ કપડવંજ હાઇવે ઉપર લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારની કાર લાલુજીના
મુવાડા પાસે ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં પરિવારની મહિલાનું મોત થયું હતું જ્યારે
પાંચ વ્યક્તિઓને ઇજાઓ થતા ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે વહેલી પરોઢે દહેગામ કપડવંજ હાઇવે ઉપર લાલુજીના મુવાડા
પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામના શિયાવાડા ખાતે રહેતા વિષ્ણુજી બાદરજી
સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામે લગ્ન પ્રસંગ હોવાથી તેઓ
પરિવાર સાથે લગ્નમાં ગયા હતા અને જ્યાંથી તેમનો પુત્ર રણજીતસિંહ વિષ્ણુભાઈ સોલંકી
કાર લઈને તેની માતા ભદીબેન તેમજ પત્ની
,પુત્રી
અને તેના મામા અને મામી સાથે દહેગામ આવવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન દહેગામ
કપડવંજ હાઇવે ઉપર લાલુજીના મુવાડા પાસે અચાનક જ કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કારમાં
સવાર તમામ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જે ઘટના અંગે તેમના કૌટુંબિક સાળા દ્વારા
ફોન ઉપર જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તુરંત જ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જ્યાં
જોયું તો પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર
સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે તેમની પત્ની ભદીબેનને શરીરે ગંભીર ઈજાઓ થઈ
હોવાથી તેમનું મોત થયું હતું. જેથી આ ઘટના અંગે તેમની ફરિયાદના આધારે હાલ પોલીસ
દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here