‘સામુ કેમ જોવે છે’ કહી સુરેન્દ્રનગરમાં ભાઇ-બહેન પર દસ શખ્સનો હુમલો | Ten men attack siblings in Surendranagar asking ‘Why are you watching Samu ‘

0
10

મિયાણાવાડમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ

નજીવી બાબતમાં થયેલી મારમારીમાં સામસામી મહિલાઓ સહિત ૧૪ વ્યક્તિ સામે ફરિયાદ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર શહેરમાં મિયાણાવાડમાં ‘સામુ જોવા’ જેવી બાબતે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં બંને પક્ષો દ્વારા સામસામે ૧૦થી વધુ વ્યક્તિઓ સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

મિયાણાવાડ શેરી નં.૩માં રહેતા મહંમદભાઈ ઉસ્માનભાઈ મોવર ઘરની બાજુમાં આવેલ પાનના ગલ્લે પાન માવો લેવા જઈ રહ્યાં હતાં. ત્યારે ચારથી પાંચ શખ્સો સામે મળતા મહંમદભાઈએ તેની સામે જોતા તમામ શખ્સોએ ‘સામે કેમ જોવે છે?’ તેમ કહી ગાળો આપી હતી. મહંમદભાઈએ ગાળો દેવાની ના પાડતા મહિલાઓ સહિત અંદાજે ૧૦ જેટલા શખ્સોએ ફરિયાદીને છરી તેમજ સ્ટીલની મુંઠ, ઈંટ તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ મહંમદભાઈના બહેનના ઘરે જઈ તેમને પણ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી અને બહેનના વાળ પકડી ઢીકા પાટુનો માર માર્યો હતો. જે મામલે મહંમદભાઈએ મોહસીન મહંમદ માલાણી, મુન્ના લખુ માલાણી, સાહીલ કાળુ માલાણી, હારૃન મહંમદ, યાસીન ઉર્ફે ટાઈસન, ગુડ્ડી મહંમદભાઈ, સોનાબેન લખુુભાઈ (તમામ રહે.પોસ્ટ ઓફીસ પાછળ) અને ત્રણ અજાણ્યા શખ્સો સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે મોહસીનભાઈ મહંમદભાઈ માલાણીએ પણ મહંમદ ઉસ્માનભાઈ મોવર, મહેબુબ ઉસ્માનભાઈ મોવર, ઈકબાલ ઉસ્માનભાઈ મોવર અને ચકો ઉસ્માનભાઈ મોવર (તમામ રહે.પોસ્ટ ઓફીસ પાછળ) સામે ફરિયાદીને તેમજ તેમના નાના ભાઈ રીયાઝને અને મોટાબાપુના દિકરા હનિફને લાકડાના ધોકા, છરી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here