Rajkot: ધોરાજીમાં આવેલા ખોડીયાર મંદિરે જવાનો રસ્તો બિસ્માર હાલતમાં, તંત્ર ગાઢ નિંદ્રામાં

0
7

સામાન્ય રીતે રાજ્ય સરકાર હોય કે કોઈ સામાજિક સંસ્થાઓ કે ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક સ્થળો અને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે અને સરળતાથી ભક્તો દર્શન કરી શકે તે માટે ધાર્મિક સ્થળો કે મંદિરો‌નો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને લોકોમાં દરેક મંદિરમાં બેસેલા ભગવાન કે માતાજીમાં આસ્થા દિન પ્રતિદિન વધતી જાય છે.

મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા આવે છે

ભક્તો તેમની માનતા કરી હોય કે દર્શન માટે ભક્તો જે તે મંદિરમાં જતાં હોય છે પણ ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીક આવેલું અને વર્ષોથી આસ્થાનું પ્રતિક અને કેન્દ્ર બિંદુ ખોડીયાર માતાજીનું મંદિર છે, જે વેગડીથી બે અઢી કિલોમીટર દૂર આવેલું આ ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે, ત્યારે આ માતાજીના મંદિરે ભાવી ભક્તો દર્શન માટે કે મનોકામનાઓ પૂર્ણ થાય અને પગપાળા ચાલીને કે પછી વાહનો લઈને કે પછી ત્યાં મંદિરના આજુબાજુના વિસ્તારના ખેડૂતો રોજ બરોજ દર્શન કરવા માટે આવતાં હોય છે.

20-25 વર્ષથી કોઈએ રસ્તો બનાવવા ધ્યાન આપ્યું નથી

ઘણા વર્ષો વિતી ગયા પહેલા ધારાસભ્ય અને સાંસદ એવા વિઠ્ઠલભાઈ રાદડીયાના કાર્યકાળ દરમ્યાન આ મંદિરનો મુખ્ય માર્ગ કે રસ્તો મંજૂર કરી અને ખુબ સરસ રસ્તો બનાવી આપ્યો હતો પણ તે પછી 20 કે 25 વર્ષ થયા કોઈ આગેવાન કે પછી રાજકીય માણસોએ રસ્તા કે માર્ગ સારો કરવા માટે કોઈએ પાછળ વળીને જોયું નથી અને આ ખોડીયાર માતાજી મંદિર કે રસ્તાનો વિકાસ કરવામાં માટે પગલાં લેવામાં આવ્યા નથી અને ભક્તો કે ખેડૂતો કે બહાર ગામથી આવતા દર્શનાર્થીઓ ખરાબ રસ્તા પરથી ચાલીને નિકળવું પડે છે, ત્યારે સ્થાનિક લોકો અને ભક્ત ગણ કે ખેડૂતો અને મહંતની માગ છે કે આ રસ્તો બિસ્માર હાલતમાં છે તેનું સમારકામ કરવામાં આવે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here