Nadiad: શહેર સહિત ખેડા જિલ્લા ગ્રામ્યમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન

0
12

રાજયની એન્જીનિયરીંગ ડિગ્રી, ડિપ્લોમા અને ફાર્મસી કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજકેટ (ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ)ની રવિવારે પરીક્ષા યોજાઇ હતી. જેમાં ખેડા જિલ્લાના ધો.12 સાયન્સ 2300 ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

પરીક્ષા પૂર્ણ થતાંની સાથેજ વિદ્યાર્થીઓ ખુશખુશાલ સાથે સાથે હાશકારો અનુભવ્યો હતો અને વાલીઓને પણ હાશ થઇ હતી.ખેડા જિલ્લામાં ગુજકેટ પરીક્ષાના ઝોનલ અધિકારી એ. જી. શુકલે જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કે.એચ. રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી શકે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. ગુજકેટની પરીક્ષા રવિવારે નડિયાદની સેન્ટમેરી હાઇસ્કૂલ યુનિટ 1-2 , સંતરામ ગર્લ્સ હાઇસ્કૂલ, સ્વામિવિવેકાનંદ સ્કૂલ , સંતઅન્નાહાઇસ્કૂલ 1-2, એનઇએસ સ્કૂલ 1-2, બાસુદીવાલા હાઇસ્કૂલ, જીવનવિકાસ સ્કૂલ અને નડિયાદના ડભાણ સી.એમ.પટેલ હાઇસ્કૂલ સહિત કુલ 12 કેન્દ્રો ખાતેથી લેવામાં આવી હતી. સવારે 10થી 12 કલાક દરમિયાન લેવાયેલી ભૌતિક અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા 2354 પૈકી 2309 વિદ્યાર્થીઓએ આપી હતી. અને 45 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોરે 1થી 2 કલાક દરમિયાન જીવ વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં 1537 વિદ્યાર્થીઓ હાજર અને 39 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આ ઉપરાંત બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 785 પૈકી 775 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તમામ કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી દ્વારા મેનીટરીંગ કરવામાં આવતું હતુ.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here