ભડકે બળ્યા ઘઉંના ખેતર, વીજ તારમાંથી તણખલા પડતાં આગ લાગી

0
16

વીજતંત્રના પાપે ફરી એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેતરો ભડકે બળ્યા. UGVCLની બેદરકારીને કારણે અરવલ્લીના ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ગુમાવવાનો વારો આવ્યો છે. ઘઉંના ખેતરોમાં આગ લાગતા લાખો રૂપિયાના ઘઉં સ્વાહા થઈ ગયા. મેઘરજના નવાગામમાં 7 વિઘા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી નીકળતા વીજતારમાં તણખલા ઝરતા 7 વિઘામાં ઉભેલા ઘઉંમાં આગ લાગી હતી. ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો. એટલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખું ખેતર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. ખેડૂતોની નજર સામે જ મહામહેનત બળી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here