જામનગરના મોરકંડાના ધારમાં ખુની ખેલ ખેલાયો છે જેમાં પાડોશી દ્વારા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે તો અન્ય ભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,સામાન્ય બોલાચાલીમાં પાડોશીએ કર્યો હુમલો.
સામાન્ય બોલાચાલીમાં પાડોશી શખ્સે કર્યો હુમલો
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં હત્યાની ઘટના બની છે જેમાંજીવલેણ હુમલામાં મુન્ના રબારી નામના યુવકનું મોત થયું છે તો મુકેશ રબાણી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો છે.પોલીસે સમગ્ર મામલે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે,ત્યારે પોલીસે હત્યાના આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.
મોડી રાત્રે બની ઘટના
મોડી રાત્રે રબારી બંધુઓ મુન્ના રબારી તથા તેનો ભાઇ મુકેશ રબારી પર જીવલેણ હિંચકારો હુમલો કરવામા આવ્યો છે.બનાવની જાણ થતા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો,પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો વાહન પાર્ક કરવાને લઈ બબાલ થઈ હતી અને તેમાં ખુની ખેલ ખેલાયો હતો.
જામજોધપુરમાં પણ ચાર દિવસ પહેલા થઈ હત્યા
જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં બે દિવસ અગાઉના ગાડી સરખી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી.જેના મન દુ:ખનો ખાર રાખી પરપ્રાંતિય યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બગધરા ગામમાં રહેતા શખ્સોએ આ હત્યાના વારદાતને અંજામ આપ્યો હતો. જે મામલે મૃતક યુવાનની પત્નીની ફરિયાદના આધારે પોલીસે શખ્સો સામે ગુનો નોંધી તપાસ દરમિયાન જામનગર એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ ચાર શખ્સોને દબોચી લીધા છે.