10 thatched huts, 5 sheds removed from various wards of East Zone | પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાંથી 10 કાચાં ઝૂંપડાં,5 શેડ દૂર કરાયાં: અમરાઈવાડી અને ભાઈપુરા વોર્ડમાંથી 1252 ચો.ફૂટ બાંધકામ તોડી પાડ્યા – Ahmedabad News

    0
    18

    પૂર્વ ઝોનમાં દબાણો ખસેડવા માટે મ્યુનિ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેમાં અમરાઈવાડી અને ભાઈપુરા વોર્ડમાંથી કુલ 1252 ચો.ફુટ ક્ષેત્રફળનું બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય વોર્ડમાંથી 10 કાચા ઝુપડા, 5 નંગ શેડ પણ દૂર કરાયા હતા.

    .

    પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા અમરાઈવાડી વોર્ડમાં શ્રાઈન એસ્ટેટની બાજુમાં આવેલા કોમર્શિયલ પ્રકારનું 1163 ચો.ફુટનું બાંધકામ તોડી પડાયુ હતુ. જેમાં રૂ.1 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાઈપુરા વોર્ડમાં શિવરામનગરના મકાન નં.3માં રેસીડેન્સીની માર્જીનની જગ્યામાં પરવાનગી વિના થયેલા એક યુનિટનું 89 ચો.ફુટનું બાંધકામ તોડી પાડીને દૂર કરાયા હતા. જ્યારે જીએસએલએસએના રીપોર્ટમાં સુચવેલા 6 વિસ્તારોમાંથી ફુટપાથ ઉપરના 2 નંગ શેડ, 7 લારી,33 નંગ બોર્ડ, 45 નંગ પરચુરણ માલસામાન જપ્ત કરાયો હતો. જ્યારે ઝોનના હદ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાંથી 3 નંગ શેડ દૂર કરાયા હતા. જયારે રામોલ-હાથીજણ વોર્ડમાં 10 નંગ કાચા ઝુપડા દુર કરાયા હતા.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here