Last Updated:
ઈન્ડસઇન્ડ બેન્કના શેર પટકાયા બાદ તેની અસર હિન્દુજા ગ્રુપના બીજા શેરો પર પણ પડી હતી. જેના કારણે હિન્દુજા ગ્રુપના 6માંથી 5 સ્ટોક્સ મંગળવારે ઘટાડા સાથે બંધ થયા હતા. જેનાથી ગ્રુપના માર્કેટ કેપમાં 21,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.
નવી દિલ્હીઃ ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અસંગતતાઓ (discrepancies)નો ખુલાસો થયા બાદ ગઈકાલે ઈન્ડસઇન્ડ બેન્કનો શેર 27 ટકા જેટલો તૂટી ગયો હતો. ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અસંગતતાઓના કારણે બેંકે 1,577 કરોડ રૂપિયા એટલે કે પોતાની કુલ નેટવર્થનાં લગભગ 2.35% નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઈન્ડસઇન્ડ બેન્કના શેર પટકાયા બાદ તેની અસર હિન્દુજા ગ્રુપના બીજા શેરો પર પણ પડી હતી. જેના કારણે હિન્દુજા ગ્રુપના 6માંથી 5 સ્ટોક્સ મંગળવારે ઘટાડા સાથે બંધ થયા હતા. જેનાથી ગ્રુપના માર્કેટ કેપમાં 21,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. હિંદુજાને આ સમસ્યાને “રૂટિન” કહી હતી અને માન્યું હતું કે રોકાણકારોની ચિંતા સાચી છે કે તેમને આ અંગે પહેલાં કેમ ન જણાવાયું.
ઈન્ડસઇન્ડ બેંકમાં 27%ના ઘટાડા બાદ અશોક હિન્દુજાએ CNBC-TV18 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, શેરધારકોએ ગભરાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, બેન્કના ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અસંગતતાને ન તો ઓડિટર કે ન તો રેગ્યુલેટરે પકડી છે, તેને ખુદ ઈન્ડસઇન્ડ બેન્કના મેનેજમેન્ટે સામે લાવી છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રમોટર ભારતીય રિઝર્વ બેન્ક (RBI)થી પોતાની ભાગીદારી 15%થી વધારીને 26% કરવાની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે અને જેવી જ RBIની મંજૂરી મળી જશે, બેંકમાં તરત જ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.
કયો શેર કેટલો તૂટ્યો?
ઈન્ડસઇન્ડ બેન્કનો શેર ગઈકાલે 27.02 ટકાના ઘટાડા સાથે BSE પર 657.25 રૂપિયા પર બંધ થયો હતો. આ એ જ સ્તર છે, જેના પર ઈન્ડસઇન્ડ બેન્કનો શેર નવેમ્બર 2020ની શરૂઆતમાં ટ્રેડ કરી રહ્યો હતો. અશોક લીલેન્ડનો શેર 200 રૂપિયા પર બંધ થયો, જે 2.34% નીચે હતો. હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ લિમિટેડ 3.68% ઘટીને 500 રૂપિયા પર બંધ થયો. GOCL કોર્પોરેશન લોમીટેડનો શેર 3.48% ઘટીને 281.10 રૂપિયા પર આવી ગયો. માત્ર ગલ્ફ ઓઇલ લ્યુબ્રિકેન્ટસ ઇન્ડિયા લિમિટેડ જ આ ગ્રુપનો એકમાત્ર સ્ટોક છે, જેમાં વધારો નોંધાયો હતો. આ શેર 2.29% વધીને 1216 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
મ્યુચ્યુઅલ ફંડ્સને થયું મોટું નુકસાન
ઈન્ડસઇન્ડ બેન્કના શેરોમાં થયેલા આ મોટા ઘટાડાથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને 6000 કરોડ રૂપિયાથી વધુનું નુક્શાન થયું છે. ફેબ્રુઆરી સુધી 35 મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે ઈન્ડસઇન્ડ બેન્કના 20.88 કરોડ શેર્સ હતા. જેની કુલ વેલ્યુ 20,670 કરોડ રૂપિયા હતી, જોકે તાજેતરના ઘટાડા બાદ આ ઘટીને 14,600 કરોડ રૂપિયા થઇ ગઈ છે. ઈન્ડસઇન્ડ બેંકમાં સૌથી મોટી ભાગીદારી ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની છે, જેની વેલ્યુ ફેબ્રુઆરીના અંતે 3,778.55 કરોડ રૂપિયા હતી, જે ઘટીને 2671.54 કરોડ રૂપિયા થઇ ગઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Ahmedabad,Gujarat
March 12, 2025 3:02 PM IST
[ad_1]
Source link

