રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં મંડળીનો પ્રમુખ લોકોના રૂપિયા ચાઉં કરી ગયો હોવાની વાત સામે આવી છે.મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખે આચર્યુ કૌભાંડ,તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,ખાતેદારોએ કરાવેલી FDના રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે.
ફરિયાદીના પરિવાર સહીતના પૈસા ડૂબ્યા
ગુજરાત રાજયમાં કૌંભાડો સતત ચાલ્યા કરે છે અને સૌથી વધારે કૌંભાડીઓ ગુજરાતમાં નાના માણસોને રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી કૌંભાડ આચરતા હોય છે આવી જ એક ઘટના રાજકોટમાં બની છે,જેમાં અલ્પેશ દોંગા નામના વ્યકિતએ સહકારી મંડળીમાં રોકાણ કરાવીને કરોડો રૂપિયા લઈ લીધા હોવાની વાત સામે આવી છે,લોકો પાકતી મુદતે એફડી લેવા ગયા તે સમયે રૂપિયા પરત ના મળતા સમગ્ર કૌંભાડનો રેલો સામે આવ્યો છે.પ્રમુખ અલ્પેશ દોંગા સામે નોંધાઇ ફરિયાદ.
રાજકોટમાં વધુ એક સહકારી મંડળી ઉઠી
રાજકોટમાં મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા કૌંભાડ આચરવામાં આવ્યું છે,ત્યારે શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સહિતના લોકો દ્વારા કરોડો રૂપિયાની રકમનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે,સમગ્ર મામલે રાજકોટ તાલુકા મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ફરીયાદી રશ્મિન ચુનીલાલ પરમાર સહિતના સગા સબંધીઓ પાસે FD કરાવી અને તે રૂપિયા લઈને અલ્પેશ ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે.FD પાકતી મુદતે રકમ પરત ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પહેલા પણ બ્લેકઓરા કંપનીએ આચર્યુ હતુ કૌંભાડ
રાજકોટના બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યુ હતુ. 8 હજાર લોકોના નાણા ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીના સંચાલકો તાળા મારી ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. કંપની સામે સુરતમાં ગુનો નોંધાયો છે. ભોગ બનનારાઓએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સવા 4 લાખના રોકાણ સામે દરરોજ 4 હજારનું વળતર અપાતું હતુ.
[ad_1]
Source link
