કચ્છના વ્યક્તિને ડેટિંગ સાઈટ પર રંગરેલિયા 32 લાખમાં પડ્યા, જેને યુવતી સમજતો હતો તે કિન્નર નીકળ્યો! | A 41 year old married man was cheated of Rs 32 lakh in Bhuj

0
7

Bhuj News : ભુજના નિરોણા પાસેના અમરગઢ ગામના 41 વર્ષીય પરણિત યુવક વર્ષ 2022માં ડેટિંગ એપના માધ્યમથી કોલકાતાની એક છોકરીના પરિચયમાં આવ્યો હતો. આ પછી યુવક અને કોલકાતાના યુવતી સાથે વાતચીત શરૂ થઈ હતી. જેમાં યુવતીએ વીડિયો કોલમાં અંગત યુવકનો વીડિયો રેકોર્ડ કરીને બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યુ હતુ અને યુવક પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા હતા. જ્યારે યુવતી કિન્નર હોવાની ઘટસ્ફોટ થયો હતો. થોડા સમય બાદ યુવકને અન્ય એક છોકરીનો ફોન આવે છે અને પાર્ટનરશીપમાં સ્પા શરૂ કરવાની લાલચ આપીને રૂ.22.36 લાખ પડાવી લે છે. સમગ્ર મામલે યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી આરોપીએ તેના પર પ્રેસર કરતાં અરજી પરત ખેંચાવી હતી. જો કે, પછી પણ આરોપીઓએ યુવકને બ્લેકમેઈલ કરવાનું શરૂ રાખતાં હોવાથી અંતે કંટાણીને યુવકે નિરોણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભુજના યુવકના અજાવ્યા ગઠિયાઓએ રૂ.32.36 લાખ પડાવ્યા

ભુજના નિરોણા પાસેના અમરગઢ ગામના પરણિત યુવક બ્લેકમેઈલ અને પાર્ટનરશીપની લાલચ આપીને છેતરપિંડી કરનારા અજાણ્યા ગઠિયાઓએ 32.36 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના એમ છે કે, 2022માં ફરિયાદી યુવકને ડેટિંગ વેબસાઈટના માધ્યમ પરથી મીકી નામની છોકરીની પ્રોફાઈલમાંથી નંબર મેળવીને વોટ્સએપમાં ફોન કર્યો હતો. જેમાં મીકીએ પોતે ગરીબ હોવાનું કહેતા ફરિયાદીએ તેનામાં થોડા પૈસા નાખ્યા હતા. થોડા સમય પછી મીકી ફરિયાદીને પોતાના અંગત વીડિયો મોકલ્યા કરતી હતી. 

આ પણ વાંચો: ‘શિક્ષકને ફાંસી આપો…’, અમરેલીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો, મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

એક દિવસે મીકીએ ફરિયાદને વીડિયો કોલ કરીને નગ્ન હાલતમાં વાત કરતા હોવાનો વીડિયોનું રેકોર્ડિંગ કરી લીધું હતું. આ પછી મીકીએ ફરિયાદીને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવતી હતી. અમુક દિવસો પછી મીકીએ કિન્નર હોવાનું જણાવ્યું હતું. આમ આરોપી કિન્નરે ટૂકડે ટૂકડે 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

જ્યારે થોડા દિવસ પછી કિન્નર જે મોબાઈલ નંબરથી ફોન કરતો હતો, તે નંબરથી અન્ય દિયાશ્રી દેવનાથ નામની અજાણી મહિલાનો ફોન આવ્યો હતો. જેમાં દિયાશ્રીએ તેની મિત્ર બ્યુટીપાર્લરનો ધંધો કરતી હોવાનો અને તેમાં મોટાપાયે લાભ મળશે તેવું ફરિયાદીને કહીને પાર્ટનરશીપમાં ધંધો કરવાના બહાને 22.36 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 

આ પણ વાંચો: પાકિસ્તાનથી કચ્છમાં ઘૂસી આવેલો સગીર ઝડપાયો, પોલીસ-ગુજરાત ATSએ શરૂ કરી પૂછપરછ

સમગ્ર મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દિયાશ્રી દેવનાથ, સુઝેન, બનીસેન ગુપ્તા એમ ત્રણ બેન્ક ખાતામાં પૈસા જમા થયા હતા અને ત્રણેય ખાતા બ્લોક કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ પછી આરોપીએ અરજી પરત લેવા ફરિયાદીને દબાણ કરતાં યુવકે અરજી પર ખેંચી લીધી હતી. જ્યારે આરોપી ફરીથી બ્લેકમેઈલ કરવાનું શરૂ કરતાં યુવકને અંતે નિરોણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here