Home Veraval World Radio Day : વેરાવળના માલેદભાઈ પાસે 350થી પણ વધુ રેડિયોનું કલેક્શન

World Radio Day : વેરાવળના માલેદભાઈ પાસે 350થી પણ વધુ રેડિયોનું કલેક્શન

World Radio Day : વેરાવળના માલેદભાઈ પાસે 350થી પણ વધુ રેડિયોનું કલેક્શન

આજે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે વેરાવળના માલદેભાઈ પાસે વિવિધ કંપનીઓના અને જે તે સમયના 350થી પણ વધુ રેડિયોનું કલેક્શન છે તેઓની ત્રણ પેઢીથી રેડિયોના ચાહક છે તેમના કલેક્શનમાં વર્લ્ડ સ્પેસ રેડિયો પણ છે તેમના માટે દુઃખ દર્દનું પેઈન કિલર રેડિયો જ છે.

બાળપણથી રમકડા નહી પણ રેડિયોનો શોખ હતો

બાળપણમાં રમકડાંનો રેડિયો લીધા બાદ 14 વર્ષની ઉંમરે સાચો રેડિયો લેવાની ઈચ્છા થઇ હતી તેમની પાસે રેડિયો કલેક્શનમાં સોની, શાન્યો, મરફી, ફોલીટ્સ, હોલેન્ડ, નેશનલ, પાનાસોનિક સહીતની કંપનીના રેડિયો છે તેમણે કલેક્શન કરવા માટે ન્યુઝીલેન્ડ, અમેરિકા, દુબઈ સહીત અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એકતાનગર

13 ફેબ્રુઆરીના રોજ જ્યારે ‘રેડિયો અને ક્લાયમેટ ચેન્જ’ના થીમ સાથે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે એકતાનગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કાર્યરત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો યુનિટી 90FM એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કેવી રીતે કોમ્યુનિટી રેડિયો પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને તે સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી શકે છે. ગુજરાતના એકતાનગર, કે જ્યાં વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઑફ યુનિટી આવેલું છે, ત્યાંથી પ્રસારિત થતું આ રેડિયો સ્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનિટી (એકતા), સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના વિઝનને સાકાર કરી રહ્યું છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here