Gujarati leader of Trump’s party Yogi Patel participated in Mahakumbh | ટ્રમ્પની પાર્ટીના ગુજરાતી નેતા યોગી પટેલ મહાકુંભમાં: પરિવાર સાથે શાહી સ્નાન અને સંધ્યા આરતીમાં ભાગ લીધો, કહ્યું-અમેરિકામાં ભારતીયો સુરક્ષિત રહેશે – NRG News

    0
    25

    મૂળ નખશિખ ગુજરાતી અને વિદેશમાં રહીને પણ સનાતન ધર્મની આહલેક જગાવી રાખનારા યોગી પટેલ પ્રયાગરાજ કુંભમાં પહોંચ્યા. ટ્રમ્પ સરકારની શપથ વચ્ચે તેમના જ પાર્ટીના અને ગુજરાતીઓ માટે ગર્વથી મસ્તક ઊંચું કરનારા યોગી પટેલ બે-અઢી દાયકાથી અમેરિકાના લોસ એન્જલસ ખાતે રહ

    .

    યોગી પટેલે પરિવાર સાથે સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો

    યોગી પટેલે પરિવાર સાથે સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો

    ભારતીયોને નુકસાન નહીં થાયઃ યોગી પટેલ યોગી પટેલે જણાવ્યું કે, અમેરિકામાં ભારતીયો સુરક્ષિત છે. કોઇ પણ નવી સરકાર આવે ત્યારે સ્વભાવિકપણે પ્લસ માઇનસ રહેતું હોય છે પણ આ બધાથી ઉપર ભારતીયોને નુકસાન થવાનો કોઇ સવાલ જ નથી. ભારતીયો સિસ્ટમમાં રહે છે અને ખોટું બહુ ઓછું કરતા હોય છે એટલે સરકાર કોઇ પણ રહે ભારતીયો સુરક્ષિત રહેશે.

    યોગી પટેલ તમામ પ્રાયોરિટીને બાજુમાં મૂકી મહાકુંભમાં સામેલ થયા હતા

    યોગી પટેલ તમામ પ્રાયોરિટીને બાજુમાં મૂકી મહાકુંભમાં સામેલ થયા હતા

    ભવિષ્યમાં ઘણું બધું સારૂં થશેઃ યોગી પટેલ યોગી પટેલને તેમની રાજકીય કારકિર્દીમાં એક મહત્વની તક મળી હોવાની માહિતી પર તેમણે જણાવ્યું કે, ઘણું બધું સારું થશે પણ હમણાં ઘણી વસ્તુઓ પર પ્રકાશ પાડવો વહેલો થઇ જશે. રાહ જુઓ, ભારતીયો માટે પહેલાં પણ અમેરિકામાં સોનાનો સૂરજ હતો, આગળ એનો પ્રકાશ તેમના જીવનમાં સોનેરી સપનાઓને જલ્દીથી ઝગમગાવી મુકશે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here