દાહોદ : આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગર ગરીબ અને ભોળી કહેવાતી આદિવાસી સમાજનાં લોકોના સારવારના નામે આરોગ્ય સાથે ચેડા કરનાર ઝોલાછાપ ડોક્ટર સામે આવ્યા છે. જોકે આ માહિતી આરોગ્ય વિભાગને મળતા વિભાગના અધિકારીઓએ સક્રિય બની કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ શહેરના નગરપાલિકા વિસ્તારમાં કાલાભાઈ પેટ્રોલ પંપની સામે ભલાદાન ઔષધલય નામક હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દર્દીઓનું સારવારના નામે આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની અરજી આરોગ્ય વિભાગના અર્બન મેડિકલ ઓફિસર લોકેન્દ્ર મહેન્દ્રસિંહ બેરાવતને મળતા આરોગ્ય વિભાગની ટીમે ઉપરોક્ત ભલાદાન ઓષધાલયમાં દરોડો પાડતા ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર રમેશ બચુભાઈ મેડા (રહે. ભીલવાડા ગૌશાળાની બાજુમાં ) દર્દીઓનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દવાઓ લખી સારવારના નામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનો રંગેહાથ ઝડપાઈ જતા આરોગ્ય વિભાગના ટીમે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી ઉપરોક્ત રમેશ બચુ મેડા વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ઉપરોક્ત કમ્પાઉન્ડની ધરપકડ કરી હોસ્પિટલમાંથી એલોપેથીક દવાઓનો 14,000 ઉપરાંતનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :
અમદાવાદ: નવું સિમ કાર્ડ ખરીદતી વખતે સાવધાન! તમારા નામે થઈ શકે છે આવા મોટા કાંડ
ઓષધાલયમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી કે સર્ટિફિકેટ ન મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ ચોકી. દાહોદ શહેરના મધ્યમાં ધમધમતા ઉપરોક્ત ઔષધલાયમાંથી ચેકિંગ દરમિયાન જરૂરી મંજૂરીઓ જેવી કે બાયોવેસ્ટ લાયસન્સ, પાલિકાનું લાયન્સ અથવા કોઈપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ ન મળી આવતા ચેકિંગ કરનાર આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર