રાજકોટમાં કણકોટ રોડ પર ગંભીર અકસ્માતમાં માતાની નજર સામે જ 7 વર્ષના વ્હાલસોયા પુત્રનું સિટી બસની અડફેટે મૃત્યુ નીપજ્યું હતું. શહેરની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે જ આજે બપોરે 11 વાગ્યા આસપાસ કણકોટ ગામમાં જ રહેતા 33 વર્ષીય હેતલબેન ભરતભાઈ ગોય
.
રાજકોટમાં બોગસ ડોકટર બીજી વખત ઝડપાયો રાજકોટમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાઈ ગયો છે. શહેરની એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે ખોરાણા ગામ રામજી મંદિર પાસે ધ્વનિ ક્લિનિકમાં દરોડો પાડયો હતો. જ્યાં હિરેન મહેશભાઈ કાનાબાર નામનો 32 વર્ષીય યુવાન ધોરણ 12 પાસ હોવા છતાં કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ અને રોકડ રૂ. 500 મળી રૂ. 20,510.24 કબજે કર્યા હતા. આ આરોપી સામે એક વર્ષ પહેલા નકલી ડોકટર અંગેનો ક્રાઈમ બ્રાન્ચમાં પણ પોલીસ કેસ નોંધાઈ ચૂક્યો છે.
ઝેરી દવા પી જતા યુવાનનું મોત રાજકોટના અણીયારા ગામે રહેતા 32 વર્ષીય અનિલ બાબુભાઈ મોરવાડિયાએ સવારે 5 વાગ્યે પોતે ગામની સીમમાં હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેમને પ્રથમ ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવતા હતા, ત્યારે યુવાને દમ તોડી દીધો હતો. જે અંગે આજીડેમ પોલીસ મથકે તપાસ હાથ ધરી છે.
અનમોલ હાઈટસમાં વૃદ્ધે ગળાફાંસો ખાઈ લીધો રાજકોટના કાલાવડ રોડ ઉપર વૃદ્ધે ગળાફાંસો ખાઈ લીધો હતો. કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે અંધ વૃદ્ધાશ્રમની બાજુમાં સેનેટરી ગાર્ડન વાળા રોડ ઉપર અનલોમ હાઇટ્સ રુમ નંબર 301માં રહેતા 55 વર્ષીય કેશુભાઈ ઉકાભાઈ મકવાણાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જોકે, વૃદ્ધે કયા કારણોથી ગળાફાંસો ખાઈ લીધો તે હજુ સુધી સામે આવ્યું નથી. જોકે યુનિવર્સિટી પોલીસ મથક દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.