ચિખોદરા ગામની બેંક ઓફ બરોડાના લોકરમાંથી ૬૦ તોલા સોનાના દાગીના અને ૧૦ લાખની રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આ મુદ્દામાલની ચોરી કરનાર બેંકના પટાવાળાએ જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બેન્ક ઓફ બરોડામાં સંયુક્ત લોકર ધરાવતા પતિ પત્નીનાં લોકરનાં ખાનામાંથી ગત 7 મી ફેબ્રુઆરીથી 24 સપ્ટેમ્બર 2024 દરમિયાન પટ્ટાવાળા વિપુલ કેસરિયા હાથફેરો કર્યો હતો. ડુપ્લિકેટ ચાવી બનાવીને તેણે 10 લાખની રોકડ અને 60 તોલા જેટલું સોનું ચોરી લીધું હતું. જોકે, ફરિયાદીએ આણંદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ દરમિયાન ખૂદ ચોર જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.
Source link