વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે મોડી સાંજે ફરી એક વાર ભારદારી વાહને 6 વર્ષીય બાળકીને કચડી નાખતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
.
વડોદરા શહેરના અલવાનાકા પાસે રહેતા અને પત્નીને ડીલીવીર થતા ઘરમાં ચોથી દીકરીનું આગમન થયું હતું. જેથી પીતા તેમની બીજા અને ત્રીજા નંબરની દીકરી દિપ્તીને તેમજ સગાને લઈને જમનાબાઈ હોસ્પિટલ ખાતે ખબર જોવા માટે ગયા હતાં. ખબર જોઈને ઘર પરત ફરતી વેળાએ પ્રતાપનગર બ્રિજ ‘પાસે આવેલ વિહાર સિનેમાની સામે જ ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતાં. ટેમ્પો ચાલકે અડફેટે લેતા ત્રીજા નંબરની દિપ્તીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા નંબરની દીકરીને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ લોકોને થતા ઘટના સ્થળે લોકટોળા એકત્રીત થઈ ગયા હતાં. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત થતાજ લાકડાની પ્લાયવુડ ભરેલા ટેમ્પો ચાલક ટેમ્પો છોડીને ફરાર થઇ ગયો હતો. પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી ટેમ્પો ચાલકની ગણતરીના મીનીટોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે 6 વર્ષની માસુમને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમા ખસેડવામાં આવી છે.