મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્લિનિક અને દવાખાનાઓમાં ચેક કરીને બોગસ ડોક્ટરોને પકડવામાં આવી રહ્યા છે. તેવામાં મોરબી શહેર અને તાલુકામાંથી ત્રણ બોગસ ડોકટર પકડ્યા હતા. ત્યાર બાદ ટંકારા તાલુકામાંથી એક અને હળવદ તાલુકામાંથી એક કે બે નહી
.
એલોપેથી દવા આપી ખોટી રીતે સારવાર કરવામાં આવતી રાજકોટ રેન્જ આઇજીપી અશોક યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ એસ.એચ.સારડાની સુચના મુજબ હળવદ તાલુકા પીઆઇ આર.ટી. વ્યાસ સહિતની ટીમ કામ કરી રહી છે અને તાલુકામાંથી બોગસ મેડીકલ ડિગ્રી ધરાવતા નકલી ડોકટરને શોધી કાઢવા કવાયત ચાલી રહી હતી. તેવામાં હળવદના PI આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી હળવદ તાલુકામાં અલગ અલગ ગામડામાં કાર્યવાહી કરી હતી. ત્યારે ડોકટરનું ગુજરાત સરકાર માન્ય લાયસન્સ કે ડિગ્રી ધરાવ્યા વગર પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ખોલી એલોપેથી દવા આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. કોઈ ડિગ્રી નહીં હોવા છતાં બીમાર દર્દીઓની એલોપેથી દવા આપી ખોટી રીતે સારવાર કરવામાં આવતી હતી. જેથી હાલમાં પોલાસે એક કે બે નહીં એકી સાથે તાલુકામાંથી પાંચ બોગસ ડોક્ટરને ઝડપી લીધેલ છે.
હળવદના અલગ અલગ વિસ્તારોમાંથી 5 નકલી ડોક્ટર ઝડપાયા હાલ પોલીસે આપેલ માહિતી મુજબ સંદિપ મનુભાઇ પટેલ રહે.રૂકમણી સોસાયટી સરા રોડ હળવદ (દવાખાનું લીલાપર ગામ ખાતે), વાસુદેવ કાંતીભાઈ પટેલ રહે.હાલ સુંદરભવાની મુળ રહે.બેચરાજી (દવાખાનું સુંદરી ભવાની ખાતે), પરીમલ ધિરેનભાઈ બાલા રહે.હાલ રણમલપુર હળવદ મુળ રહે. અશોકનગર બિલાસપુર (દવાખાનું રણમલપુર ગામ ખાતે), પંચાનન ખુદીરામ ધરામી રહે.હાલ રાયસંગપુર હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની તપીલીભીતી (દવાખાનું રાયસંગપુર ગામ ખાતે) અને અનુજ ખુદીરામ ધરામી રહે. હાલ ઢવાણા હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની પીલીભીતી (દવાખાનું ઢવાણા ગામ ખાતે) વાળાને પકડ્યા છે. તેની પાસેથી અલગ અલગ કંપનીની 51,567 રૂપિયાની ટેબ્લેટ વગેરે કબજે કરેલ છે.
ટંકારાના બંગાવડી ગામે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે ચારેલ ને મળેલ હકીકત આધારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે ભાડાના મકાનમાં દવાખાનુ ખોલીને મેડિકલ પ્રેક્ટિસ કરતા ડો. જે. કે. ભીમાણીને ત્યાં રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપર એલોપેથીક દવા આપીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું હતું. જોકે દર્દીની સારવાર કરી રહેલા જે.કે. ભીમાણી પાસે કોઈપણ ડિગ્રી ન હોવા છતાં પણ તે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને સ્થળ ઉપરથી ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો મળીને 1,36,486ની કિંમતનો મુદાબલ કબજે કર્યો હતો અને આરોપી જયકિશન કાંતિભાઈ ભીમાણી જાતે પટેલ (32) રહે. ઇન્દ્રપ્રસ્થ ટંકારા મૂળ રહે. જબલપુર વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ 30, 33 હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.