01
જામનગર: જામનગરમાં ખંભાળીયા ગેઇટ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર 200 થી 250 વર્ષથી વધુ પ્રાચીન હોવાની માન્યતા છે. જામનગરની શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાપુરી મંદિરમાં લગભગ બે-અઢી સદીનાં સમયમાં પ્રથમ વખત છપ્પન ભોગ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સહભાગી બની ધન્યતા અનુભવી હતી અને ભક્તોએ અલૌકિક દર્શન માટે રીતસરની લાઈન લગાવી હતી.